જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક

જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક
Spread the love

જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો  દરિયામાં જાય છે. બોટ/વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે તકેદારીના પગલા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના વહાણ/બોટ માલિકોને જ્યારે પોતાનું વહાણ/બોટ માછીમારી માટે દરિયામાં જાય તેમજ વાતાવરણીય કારણોસર, ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાના કારણ કે કોઈ અન્ય પણ કારણોસર વહાંણ/બોટ ગુમ થાય કે સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ ન થતો હોય તો તે બાબતની જાણ પત્રકની વિગતો સહિતની સંબંધિત તમામ સરકારી એજન્સીઓ ન જાણ કરવી ફરજીયાત છે.

જેમાં પ્રથમ વહાણ/બોટનું નામ તથા નંબર, બીજામાં વહાણ/ બોટ માલિકનું નામ તથા સરનામું તથા સંપર્ક નંબર, ત્રણમાં વહાણ/બોટમાં રવાના થયેલ ખલાસીઓના નામ તથા સરનામાની વિગત, પાંચમા વહાણ/બોટ રવાના થયાની તારીખ, સમય તથા સ્થળ, છઠ્ઠામાં વહાણ બોટ પરત આવવાની સંભવિત તારીખ,  અન્ય જરૂરી વિગતો સાથે જાણ કરવાની રહેશે.  આ જાહેરનામાનો હુકમ તા. ૨૮-૦૩-૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

                                         

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!