ડૉ. સુભાષ મહિલા કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ઉપક્રમે વસંત પંચમી ની ઉજવણી કરવામાં આવી

ડૉ. સુભાષ મહિલા કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ઉપક્રમે વસંત પંચમી ની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ : હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે. એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજબ મહાસુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે. જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે. ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ઉપક્રમે વસંતપંચમીની ઉજવણી આચાર્ય શ્રી ડો. બલરામ ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્સ્વતી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતીના અધ્યાપક અને કવિ ડૉ.કૌશિકભાઈ પંડ્યાએ હિંદુ ધર્મના તહેવારોની મહતા અને સાર્થકતા વિશે વાતો કરી સહુને ભારતીય જ્ઞાન પરંપરાથી અવગત કરાવ્યા હતા.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદના પ્રાંત અધ્યક્ષ ડૉ.બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે, વસંત પંચમી એટલે વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ. હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરવામાં આવે છે. આજના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે. માતા બુદ્ધિ અને જ્ઞાનની કારક છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. મૂળ પ્રકૃતિ, સૃષ્ટીની રચના કરવા માટે દૂર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવીત્રી એમ પાંચ રૂપમાં વિભાજીત થઈ. જેમાં સરસ્વતી દેવી રાધા દેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયાં છે. માં સરસ્વતીની કૃપાથી, દયાથી, પ્રસન્નતાથી મુર્ખ વ્યક્તિ પણ વ્યક્તિ પંડીત બની જાય છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે. કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા.નયનાબેન ગજ્જરે કર્યું હતું
આ તકે પ્રા.પી.આર.મારુ અને પ્રા.દિવ્યેશ ઢોલા અને વિદ્યાર્થી બહેનો વિશાળ સંખ્યમાં ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજના પરિસરમાં આવા જ્ઞાનસભર કાર્યકમો યોજી કેમ્પસ ધબકતું રાખવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300