શ્રીમદ્દ રાજચન્દ્ર મિશન – ધરમપુર ના દિવ્ય સ્પંદનો રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મને મંત્ર મુગ્ધ કર્યા

શ્રીમદ્દ રાજચન્દ્ર મિશન – ધરમપુર ના દિવ્ય સ્પંદનો રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મને મંત્ર મુગ્ધ કર્યા
આઝાદી પછી પ્રથમ ભારત ના રાષ્ટ્રપતિ ધરમપુર વિસ્તારમાં મુલાકાત લીધેલ..પૂ.ગુરુદેવ રાકેશજી ના નિમંત્રણ ને માન આપી પધારેલ રાષ્ટ્રપતિ મહામહિમશ્રી નું ઉષ્મા ભર્યું સ્વાગત કરેલ.તેમની સાથે ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી , કેબિનેટ મંત્રી ડૉ. ડીંડોર , રાજયમંત્રી જગદીશ પંચાલ વગેરે ઉપસ્થિત રહેલ.
રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મ પૂ.ગુરુદેવ ની પ્રેરેણાથી સુંદર રમણીય વિશાળ પરિસર અને રાજગૃહ માં પધારતા શ્રીમદ્દ રાજચન્દ્ર ની પ્રતિમા અને રાજગૃહ પ્રતિકૃતિ ભેટ આપેલ.
રાષ્ટ્રપતિએ જણાવેલ કે શ્રીમદ્દ રાજચન્દ્ર આશ્રમ માં આવી ને હું એક મહાન આધ્યાત્મિક પરંપરા પ્રતેય મારો આદર વ્યક્ત કરું છું.અને જણાવેલ કે શ્રીમદ્દ રાજચન્દ્ર ના પગલે ચાલી ને પૂ.ગુરુદેવ એ આધ્યાત્મિક ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.
આ સાથે રાજસભા ગૃહ માં રાષ્ટ્રપતિ ની અધ્યક્ષતા માં પ્રધાનમંત્રી જન મન યોજના અંતર્ગત જાહેર કાર્યક્રમ પણ યોજાયેલ.
રિપોર્ટ : રસિક વેગડા કુંકાવાવ (અમરેલી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300