દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની કોર્ટરૂમ પ્રથમવાર પેપરલેસ બની

ન્યુ દિલ્હી,
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની કોર્ટરૂમ પહેલીવાર પેપરલેસ થઈ છે. દિલ્હીની કોર્ટ નંબર એકને પેપરલેસ કરવા માટે અનેક પડકાર હતા. જાકે, અનેક પડકાર વચ્ચે કોર્ટને પેપરલેસ કરી દેવામાં આવી. આ કોર્ટમાં નવા કાયદા, જનહીતની અરજી, કોમર્શિયલ કેસ, એસપીએ જેવી અરજી મોટી સંખ્યામાં આવે છે. તેમ છતા કોર્ટને પેપરલેસ કરવામાં આવી છે. જ્યારે દિલ્હીની અન્ય કોર્ટને પણ પેપરલેસ કરવા માટેનો વિચાર કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર તમામ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં સનુવાણી અને ડિજિટલ કોર્ટ પર ભાર આપી રહી છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશની કોર્ટ પેપરલેસ બની છે.