ખબર નહીં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કોણ છે – રાજનાથસિંહ

કોંગ્રેસ પાર્ટી માટે અત્યાર સુધી રસપ્રદ સવાલ છે કે કોંગ્રેસ પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? જ્યારે વિરોધી પાર્ટીઓ માટે ચર્ચાનો વિષય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ખબર નહી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કોણ છે, પાર્ટીના અધ્યક્ષ બનશે કે નહી. રાજનાથ સિંહ ભાજપની દેશવ્યાપી સભ્યતા અભિયાનની શરૂઆત માટે જયપુર પહોંચ્યા હતા. તે સમયે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જે.પી.નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ પદે નિમંણુક કરીને અમે સંગઠિત ગતિવિધીઓ પણ પ્રારંભ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસને ખબર પણ નથી કે પાર્ટીના અધ્યક્ષ કોણ છે અને કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહી તે પણ નક્કી નથી. અત્યાર સુધી કોંગ્રેસને તેમના અધ્યક્ષની શોધ છે કે અધ્યક્ષ કોણ બનશે એ Âસ્થતી છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે પ્રાચીન ઈતિહાસ જાઈ લો દુનિયાના કોઈ પણ દેશ પર ભારતે આક્રમણ કર્યુ નથી અને દુનિયાના કોઈ દેશની એક ઈંચ જમીન પર ભારતે ક્્યારેય પણ કબજા કર્યો નથી, આ છે ભારતનું ચરિત્ર. આતંકવાદને સાફ કરવો એ ભાજપ સરકારનો સંકલ્પ છે અને પાર્ટી આ કામને પુરૂ કરશે.