૧૫મીએ ઓ.પી.કોહલીનો કાર્યકાળ પૂર્ણ થશે, ટૂંક સમયમાં રાજ્યને નવા ગવર્નર મળશે

ગાંધીનગર,
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો પાંચ વર્ષનો કાર્યકાળ ૧૫મી જુલાઈએ પૂર્ણ થઇ રહ્યો છે. કોહલીની નિવૃત્તિ બાદ ગુજરાતના નવા રાજ્યપાલની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. જાકે ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્પપાલ આનંદીબેન પટેલને ગુજરાતનો પણ ચાર્જ સોંપવામાં આવે તેવી શક્્યતાઓ છે.
ગુજરાતના રાજ્યપાલ પદે ઓ.પી.કોહલી ૧૬ જુલાઈ ૨૦૧૪ના રોજ નિમણૂક પામ્યા હતા. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હતો. જે આગામી ૧૫મી જુલાઈના રોજ પૂરો થઇ રહ્યો છે. ગુજરાતમાં નવા ગવર્નરની નિમણૂકની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને વિચારણી કરી રહી છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ સોંપવામાં આવી શકે છે.