ઉત્તરપ્રદેશમાં ભીષણ અકસ્માતઃ બસ નાળામાં ખાબકતા ૨૯ના મોત

આગ્રાના એતામ્દપુર પાસે યમુના એક્સપ્રેસ છે પર સોમવારે વહેલી પરોઢે માર્ગ દુર્ઘટનામાં ૨૯ લોકોના મોત થયા છે જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના નાળાની પાસે થયો જ્યારે અવધ ડેપોની જનરથ બસ એક્સપ્રેસવેની રેલિંગ તોડીને ૫૦ ફુટ ઊંડા નાળામાં પડી. દુર્ઘટના સમયે બસમાં ૪૪ લોકો સવાર હતા. તમામ શબોને બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. બસ લખનઉથી ગાજિયાબાદ જઈ રહી હતી. ઘટનાસ્થળે ડીએમ અને એસએસપીની સાથે તમામ ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા.
એસએસપી બબલૂ કુમારે જણાવ્યું કે લખનઉથી દિલ્હી તરફ જઈ રહેલી બસ યમુના એક્સપ્રેસવે પર રેલિંગ તોડીને નાળામાં પડી હતી. ઘાયલોને અલગ-અલગ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં ૨૯ લોકોનાં મોત થયા છે, જેમાં એક બાળકી પણ સામેલ છે. કહેવાય છે કે બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું અને તે Âસ્ટયરિંગ પરથી અંકુશ ગુમાવી બેઠો હતો, પરિણામે બસ ૧૫ ફૂટ ઊંડા નાળામાં ખાબકી હતી. ૧૫ જણને બચાવી લેવામાં આવ્યા છે.
રેસ્ક્્યૂ ઓપરેશન લગભગ પૂરું થઈ ચૂક્્યું છે. મુસાફરોના સામાનથી મૃતકોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિજનોને પાંચ-પાંચ વળતર આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત, માર્ગ દુર્ઘટનાની ગંભીર નોંધ લેતા તેમણે અધિકારીઓને રાહત-બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા હતા. તેઓએ કÌšં છે કે ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે.
જણાવી દઈએ કે, યમુના એક્સપ્રેસવે ૧૬૫ કિલોમીટર લાંબો છે. આ એક્સપ્રેસવે ગ્રેટર નોઈડાને આગ્રા સાથે જાડે છે. આ ૨૦૧૨માં બનાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Âટ્વટ કરીને પીડિતો અંગે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
યુપીના આગ્રામાં યમુના એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું. મમતા બેનર્જીએ ટ્વીટ કરીને લખ્યું કે, આગ્રા પાસે વધુ એક બસ દુર્ઘટનાના કારણે લોકોના મોત વિશે સાંભળીને દુઃખ થયું. હું ઈજાગ્રસ્તો જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરૂં છું. છેલ્લે તેમણે લોકોને વિનંતી કરતા લખ્યું કે, સેફ ડ્રાઈવ સેવ લાઈફનું પાલન કરો.