દાંતા: હડાદ ગામે યુવાન પર વિધર્મીઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

હડાદ ગામે હિન્દુ યુવાન કે જે 22 જાન્યુઆરીએ રામલીલાની શોભાયાત્રામાં હનુમાનજીનું પાત્ર ભજવ્યું હતું, તેની અદાવતમાં વિધર્મીઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામા આવ્યું
દાંતા તાલુકાના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે, લઘુમતી સમાજ ના કેટલાક યુવાનોએ હિન્દૂ કિશોર પર આ કૃત્ય આચાર્યું હતુ.જેને લઈને હડાદ ગામ માં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંદ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગામજનો એ પોલીસ તંત્ર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો.હડાદ તાલુકામાં સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય સામે આવતા સમગ્ર પંથક માં રોષ ફાટી નીકળ્યો છે. ગત મોડી સાંજ થી ગ્રામજનો આ અંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પણ અહી તેમને સંતોષપૂર્વક જવાબ ના મળતા તેઓ સવાર માં રેલી સ્વરૂપે આ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સુત્રોચાર કર્યા હતા. ગત મોડી સાંજે ઘટનાને લાઇ હડાદ ગામજનો સહિત પથક અને હિન્દૂ સમાજ માં ભારે આક્રોશ ની લાગણી વ્યાપી હતી અને આ ઘટના કથિત સંડોવાયેલ નરાધમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગ કરાઇ હતી.
હડાદ પોલીસે ચોકીએ પહોંચ્યા હતા જોકે 10 થી 12 કલાક વીતવા છતાં પોલીસે કોઈ સંતોષકારક કાર્યવાહી ન કરતા આક્રોશ વઘ્યો હતો અને સમગ્ર ગામના રોજગાર ધંધા સજજડ બંધ પાડી લોકોના ટોટેટોળા મોટી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે હડાદ પોલીસ મથકે પહોંચી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ સમયે ફરજ પર ઉપસ્થિત PSI ડી.ડી.ચૌધરીએ પ્રજાની વેદનાને વાંચા આપવા આવેલા પત્રકારો સાથે ઉત્તેજિત ભરેલું ગેરવર્તન કર્યું હતું અને ઘટનાને 12 કલાક કરતા પણ વધુ સમય થતાં પણ પોલીસ ચોકી દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી.મળતી માહિતી અનુસાર લઘુમતી સમાજના આ યુવાનોએ આ કિશોરને પેહલા અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યાર બાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું આ ઘટનાની જાણ લઘુમતી સમાજને થતા તેમને પણ શર્મશાર થઇ ને હડાદ પોલીસ સ્ટેશન આવવુ પડ્યું હતું અને તેમને પણ આ કૃત્ય નો વિરોધ કર્યો હતો અને ભલે આ નરાધર્મ લઘુમતી સમાજના જ કેમના હોય અમે પણ આ ઘટનાની સખત વિરોધ કરીયે છીએ.સવાલ એ છે કે જયારે ગ્રામજનો ગત મોડી રાત થી ફરિયાદ માટે વારંવાર આવી રહ્યા છે, તેમ છતાં એટલો સમય કેમ લાગી રહ્યો છે તો બીજી તરફ મીડિયા એ આ સવાલ હડાદ psi ને પૂછતાં તેમને મીડિયા સાથે પણ ગેરવર્તણુક કર્યું હતું.હદાડ પોલીસ માં ફરજ પર ઉપસ્થિત PSI ડી.ડી.ચૌધરી એ પ્રજાની વેદના ને વાંચ્યા આપવા આવેલા પત્રકરો સાથે ઉત્તેજિત ભરેલું ગેરવર્તન કર્યું.
@@ હડાદ પોલીસ સ્ટેશન ના પી.એસ આઇ ડી.ડી ચૌધરી તાલુકાના પત્રકારો સાથે ભાન ભૂલ@@
દાંતા તાલુકાના પત્રકારો જ્યારે હડાદ ઘટનાથી પત્રકાર ધર્મ નિભાવવા માટે પહોચ્યા ત્યારે પોલીસ વિભાગ દ્વારા ખુબજ ખરાબ વર્તન કરાયુ હતુ. ડી.ડી ચૌધરી ખાખી વર્દી નું પણ ભાન ભૂલી ગયા હતા પી.એસ.આઇ ડી ડી ચૌધરી ફરીયાદ ગૃહ મંત્રાલય માં કરવામાં આવશે
@@ હડાદ ખાતે માથાભારે અને દારુ જુગાર નું મોટુ નેટવર્ક @@
આખા બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બે નંબરના ધંધા હડાદ ખાતે ચાલી રહયા છે પણ પોલિસ આવા તત્ત્વો સામે કોઈજ કાર્યવાહી કરતી નથી. યુ માથાભારે તત્વો દ્વારા સૌથી મોટા બે નંબરના ધંધા ચાલી રહયા છે. પોલીસ કુંભકર્ણ ની નીંદર મા ઉંઘી રહી છે અને પત્રકારો ને હેરાન કરે છે. પીએસઆઈ દ્વારા પત્રકારોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતાં
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300