ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્ડોનેશિયાના ઉતરીય ભાગ સુમાત્રામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને તેને કારણે જાનમાલની ભારે ખુવારી થઈ છે. મળતી માહિતી મુજબ પૂર પ્રકોપને લીધે ૮૦ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૨૬ લોકોનાં મોત થયાં છે.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩.૯૦.૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુની રામકથા આગામી સમયમાં ઈન્ડોનેશિયા ખાતે યોજાવાની છે. રામકથાના જાકાર્તા સ્થિત શ્રોતા દ્વારા સ્થાનિક કરન્સી મુજબ આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300