રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને બાળ સુરક્ષા કાયદા અંગે સેમિનાર

રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને બાળ સુરક્ષા કાયદા અંગે સેમિનાર
બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમાર દ્વારા દરેક વિભાગમાં અલગ પ્રશ્નો અને સમસ્યાઓનું નિવારણ કેવી રીતે લાવી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું
નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સોહાર્દ યુનિસેફ સંસ્થાના સંયુકત ઉપક્રમે રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ/યોજનાઓ અંતર્ગત ક્ષમતા વર્ધન અને પ્રેરણાસ્ત્રોત સેમિનાર યોજાયો હતો.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમાર દ્વારા નર્મદા જિલ્લામાં બાળકો સાથે આપણે સૌ સંકલિત રીતે કામ કરીએ છે. ત્યારે દરેક વિભાગમાં અલગ પ્રશ્નો અને સમસ્યાઓ આવતી હોય છે. આ પ્રેશ્નો અને સમસ્યાઓનું નિવારણ કેવી રીતે લાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુનિસેફ માંથી પધારેલ તજજ્ઞ ચન્દ્રશેખર દેશમુખ દ્વારા બાળકોના અધિકારો અને તેમની સુરક્ષા અંગે અનેક ઉદાહરણ અને પ્રવૃતિઓ સાથે વાત કરતા જણાવ્યું કે, બાળકો પ્રત્યે સંવેદનશીલ રહેવું અને તેમના પ્રત્યે પ્રેમ અને હૂંફ રાખવી જેથી બાળકોને તમારા પ્રત્યે લાગણી રાખવામાં આવે તો બાળકો સાથે જે કંઈપણ બને છે તેની માહિતીની સંકોચપણે ચર્ચા કરી શકે તેવું વાતાવરણ ઉભું કરવું જોઈએ સોહાર્દ યુનિસેફ કો ઓડીનેટર દિલીપભાઈ મેરાએ જાતીય સતામણી સામે રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની સમજ સાથે બાળકો સાથે થઈ રહેલા હત્યાચારો અને તેમના પ્રત્યે કુરભાવ ન જન્મે તે અંગે વિવિધ જિલ્લા અને રાજયોમાં બનેલ કેસો અંગે ચર્ચા કરી સમજણ અને માહિતી આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આવનાર સમયમાં બાળ લગ્ન ન થાય તે સમગ્ર વિભાગમાંથી આવેલી સરકારી કર્મચારી અને અધિકારીઓને અનુરોધ કર્યો કેn જયાં પણ આવા કિસ્સાઓ તમારી નજર સમક્ષ આવે તો ટોલ ફ્રી નંબર ૧૦૦,૧૮૧.૧૦૯૮/૧૧૨ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમ, નર્મદા નો સંપર્ક કરવો. જેથી સમાજમાં “સુરક્ષિત બાળ સુરક્ષિત સમાજ” નું આપનું સપનું સાકાર કરી સમાજને એક નવી દિશા આપીએ આ સેમિનારમાં પોલીસ વિભાગમાં CWPO, SJPO, SHE Team, મહિલા પોલીસ સ્ટેશન, જિલ્લા કાનુની સેવા સતા મંડળના પેરા લીગલ વોલીઇન્ટર, મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારી, બાળ કલ્યાણ સમિતિના અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને ગર્લ્સ સહિત વાવડી સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300