અભી તો મે જવાન હું

અભી તો મે જવાન હું
Spread the love

રમણલાલ સોનીએ ૯૭ વરસે સાહિત્ય રચના આપી હતી.આપના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ૮૧ વરસે પણ ઢગલાબંધ ફિલ્મો અને જાહેરતોમાં કામ કરે છે નિયમિત બ્લોગ પણ લખે છે.સ્વ.નગીનદાસ સંઘવી જીવનના નવમોં દાયકો પસાર કર્યા પછી ગરમાગરમ કચોરી આરોગી રહ્યા હતા તે વખતે એક મિત્રએ પૂછ્યું નગીનભાઈ આ ઉંમરે આવું કઈ ખવાય? તમને કોઈ કહેતું નથી? ત્યારે નગીનભાઈ હસતા હસતા કહ્યું એ કહેવાવાલા બધા ગુજરી ગયા
જાણીતા પત્રકાર ખુશવંત સિંહ સરદાર ૮૭ મા વરસે ફ્રેન્ચ ભાષા શીખવા ટ્યુશન ટીચર રાખેલા અને દરેક પાર્ટીમાં ગલફ્રેન્ડ શોધતા હતા.
૯૧ મા વરસે આપના અર્થશાસ્ત્રી અને ભુતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ વ્હીલ ચેરમાં બેસીને પણ સંસદમા નિયમિત હાજર રહે છે
અત્યાર સુધી ૧૫ વાર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર જાપાનના યુચ્યુંરુ મીરાંએ આ સિદ્ધિ ૮૦ મા વરસે મેળવી હતી આજે ૯૧ વરસે પણ હયાત છે.
એક વિચારકે ખુબ સરસ વાત કરી છે પહેલા હું માનતો હતો કે ફાલતુ કામ કરનાર ફાલતુ છે વરસો પછી મને સમજ પડી કે ફાલતુ કામ કરનાર ફાલતું નથી તેમને ફાલતું સમજનાર ફાલતું છે
આપના મોરારજી દેસાઈ ૮૧ મા વરસે આપના ભારત દેશના વડાપ્રધાન બન્યા હતા અરે મોરારજીભાઈ તો ૮૮ મા વરસે સ્વિમિંગ પણ કરતા હતા.
આપના શરદ પવાર ૮૨ મા વરસે કેન્સર મટી ગયા પછી વધુ સક્રિય રહે છે.શરદ પવારે પોતાની યુવાની અને પ્રોઢાવસ્થા દરમિયાન તેમની રાજકીય કારકિર્દીમા સોથી વધારે ટ્રાવેલિંગ કર્યું છે એ પણ વાહન વ્યવહારના તમામ માધ્યમોમા સોથી વધારે પ્રવાસ કર્યો છે
આપના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલમાં ૭૩ મા વરસે પણ દેશવિદેશમાં યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે.
આપના જાણીતા સાહિત્યકાર ગુણવંત શાહ પણ જીવનના ૭ દાયકા પછી પણ નિયમિત કોલમ લખે જ છે.
આપના સુરતી પદમશ્રી યઝદીભાઈ આજે પણ જાહેર કાર્યક્રમોમા જોરદાર સ્પીચ આપે છે અરે યઝદીસર તો તમને સુરતની ગલીઓમા સાયકલ ચલાવતા નજરે પડશે
આપના હિમેન ધર્મેન્દ્ર ૮૫ વરસ પછી પણ હજુ ફિલ્મો બનાવવા તત્પર છે જાણીતા સાહિત્યકાર ડો.કુમારપાલ દેસાઈ ૮૫ વરસની ઉંમરે પણ લેખન પ્રવુતિઓ ધમધમાવે છે.
આવા અનેક વડીલો જીવનને હજુ પણ પુરી રીતે માણી રહ્યા છે.આપને એમના ઉત્સાહ ઉમઁગને સુપર દુપર સેલ્યુટ કરીએ

આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!