રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા વુમન ડે ની ઉજવણી

રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા વુમન ડે ની ઉજવણી
વુમન્સ ડે એટલે સ્ત્રીઓ નો દિવસ અને સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર વગર રીહર્શલએ દરેક ભૂમિકા ભજવતું ઈશ્વરનું અદભુત સર્જન.
આવા અદભુત સર્જન રૂપી ઘણી બધી સ્ત્રીઓ એવોર્ડ કે સન્માન આપતું નથી કે કોઈપણ જાતનું પ્રોત્સાહન મળતું નથી છતાં પણ તે એક વર્કિંગ વુમન જ કહેવાય છે. એ સ્ત્રીઓ જે આપણા ઘરે કામ કરવા આવતી અને આપણને કામમાં મદદ કરતી સ્ત્રીઓ છે. આવી સ્ત્રીઓ સાથે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો ની વુમન દ્વારા આ દિવસની ઉજવણી કરી હતી. અને સાથે સાથે એ લોકોને સેનેટરી પેડ્સ વાપરવા અંગે માહિતી પૂરી પાડી હતી અને એ લોકોને ગિફ્ટ માં સ્ટીલના ડબ્બા રોટરીના લોગો વાળા અને એક વર્ષ ચાલે એટલા સેનેટરી પેડ્સ આપવામાં આવ્યા હતા ગેમ્સ પણ રમાડવામાં આવી હતી અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી એ લોકોને પ્રોગ્રામના અંતે નાસ્તો આઈસ્ક્રીમ આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો ની દરેક સુપર વુમન્સએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
રિપોર્ટ દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300