બાબરા વકીલ મંડળ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી ઉગ્ર રોષ વ્યકત કર્યો.

બાબરા વકીલ મંડળ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી ઉગ્ર રોષ વ્યકત કર્યો.
Spread the love

જામનગર ના વકીલ ની હત્યા ના ઘેરા પડઘા…બાબરા વકીલ મંડળ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી ઉગ્ર રોષ વ્યકત કર્યો આરોપીની સખ્ત સજા કરવાની માંગ કરાઈ….

બાબરામાં વકીલ મંડળ ના પ્રમુખ રમેશભાઈ મીઠાપરા ઉપ પ્રમુખ પ્રતાપભાઇ ખાચર ના નેતૃત્વમાં શહેર ના તમામ વકીલ મંડળ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી જામનગર ના વકીલ ની હત્યા નો ઉગ્ર રોષ વ્યક્ત કરી આરોપીને કડક માં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી..
બાબરા વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે જામનગર વકીલ મંડળ સભ્ય હારુણભાઈ પાલેજા સરાજાહેર ઘાતકી હત્યા કરવામાં આવતા આ ધૃણાસ્પદ ઘટના ને બાબરા વકીલ મંડળ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી હત્યારાઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને કડક માં કડક સજા ની માંગ કરવામાં આવી હતી
આ ઉપરાંત બાબરા વકીલ મંડળ દ્વારા વકીલોના હિત માટે સંરક્ષણ માટે તાત્કાલિક અસરથી એડવોકેટ પ્રોટેકશન બિલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી

રિપોર્ટ દીપક કનૈયા બાબરા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240315-WA0045.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!