રાજપીપલા કમલમ્ નર્મદા “નું થનારુ લોકાર્પણ અંગે ભાજપની મહત્વની બેઠક યોજાઈ

રાજપીપલા કમલમ્ નર્મદા “નું થનારુ લોકાર્પણ અંગે ભાજપની મહત્વની બેઠક યોજાઈ
Spread the love

રાજપીપલા કમલમ્ નર્મદા “નું થનારુ લોકાર્પણ અંગે ભાજપની મહત્વની બેઠક યોજાઈ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ આગામી સપ્તાહમાં યોજાશે

આયોજન અને જવાબદારી સોંપવા અંગે અપેક્ષિત હોદ્દેદારો, પદાધિકારિઓ, કાર્યકરોની મહત્વની બેઠક કમલમ નર્મદા કાર્યાલય ખાતે મળી

છોટાઉદેપુર લોકસભામાં ભાજપાના ઉમેદવાર જશુંભાઈ રાઠવા ને 5લાખ મતોથી વિજયી બનાવવા નર્મદા જિલ્લો સંકલ્પબધ્ધ


નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી એક લાખ મતો મેળવવાનો લક્ષ્યાંક

નર્મદા જિલ્લાના રાજપીપલાના વડા મથક ખાતે તૈયાર થયેલ નવનિર્મિત ભારતીય જનતા પાર્ટીના “કમલમ્ નર્મદા ” કાર્યાલય નું આગામી સપ્તાહમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે જેના ભાગરૂપે આજે કમલમ નર્મદા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના હોદ્દેદારો,કાર્યકરો,પદાધીકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી

રાજપીપલા ખાતેના ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય “કમલમ્ નર્મદા “ને આખરી ઓપ આપી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હોઈ જેના વિધિવત લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે થનાર હોઈ જેના લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે આયોજન માટેની એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જવાબદારી ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર જશુંભાઈ રાઠવાને 5લાખથી મતોથી વિજયી બનાવવા ના લક્ષ્યાંક નક્કી કરાયો હતો છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી એક લાખ મતથી વધુ જીત મેળવવા અંગેનો લક્ષ્યાંક નિર્ધારિત કરી આ લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉપસ્થિત અપેક્ષિત હોદ્દેદારોને વિવિધ પ્રકાર ની જવાબદારી સોપાઈ હતી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી નર્મદાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ,નર્મદા જિલ્લા લોકસભા સંગઠન પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા,નાંદોદ વિધાનસભાના ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રભારી બળવંતસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના નાંદોદ વિધાનસભાના ચૂંટણીપ્રબંધન સમિતિના સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ,વિસ્તારક મનીષ પટેલ, જિલ્લા મહામંત્રી નીલ રાવ, વિક્રમ તડવી સહિતના વિવિધ મોરચાના હોદ્દેદારો તથા પદાઘીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!