ગાંધીનગર જિલ્લામાં બિન અધિકૃત રીતે રેતી ખનિજની ચોરી કરતાં ત્રણ વાહનોને ભુસ્તરની ટીમે પકડી પાડયા

ગાંધીનગર જિલ્લામાં બિન અધિકૃત રીતે રેતી ખનિજની ચોરી કરતાં ત્રણ વાહનોને ભુસ્તરની ટીમે પકડી પાડયા
Spread the love

ગાંધીનગર જિલ્લામાં બિન અધિકૃત રીતે રેતી ખનિજની ચોરી કરતાં ત્રણ વાહનોને વહેલી સવારે જિલ્લા ભુસ્તરની ટીમે પકડી પાડયા : ૮૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગર જિલ્લામાં બિન અધિકૃત રીતે રેતી ખનિજની ચોરીને અટકાવવા માટે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ સંબંધિત અધિકારીને કડક હાથે કામગીરી કરવાની સૂચના આપી

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત રીતે રેતી ખનિજની ચોરીને અટકાવવા માટે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા સંબંધિત અધિકારીને કડક હાથે કામગીરી કરવાની સૂચના આપી છે. ખનિજની ચોરી કરતાં કોઇપણ ખનિજ માફિયાઓને ન છોડવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. આજે જિલ્લા ભુસ્તરની કચેરીએ આવી ખનિજ ચોરી કરતાં ત્રણ ડમ્પરોને પકડી પાડી છે. અંદાજે ૮૦ લાખ જેટલો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ ખનીજ ચોરી કરતાં ખનિજ માફિયાઓ સામે કડકાઇથી પગલા લેવા અને બિન અધિકૃત રીતે રેતી કે અન્ય ખનીજની ચોરી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરીને મદદનીશ ભુસ્તરશાસ્ત્રીને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને આ પ્રકારની ચોરી કરતાં કોઇપણ વ્યક્તિને ન છોડવા માટે સક્રિય થયેલ ભુસ્તરની કચેરીની ટીમ દ્વારા તા. ૦૯/૦૪/૨૦૨૪ના રોજ વહેલી સવારે આવા ખનીજ માફિયાઓને પકડવાની કવાયત શરૂ કરી હતી. આ ચેકીંગ દરમ્યાન ત્રણ વાહનો બિન અધિકૃત સાદી રેતી ખનિજ વહન કરતાં પકડાયા હતા. જે વાહનો અને મુદ્દા માલને સીઝ કરવામાં આવ્યો હતો.
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરનાર ભુસ્તર કચેરી દ્વારા ચેકીંગ દરમ્યાન ગાંધીનગરના સેકટર- ૩૦ ના સર્કલ પાસેથી ડમ્પર નંબર – જીજે ૧૮ બીવી ૨૩૧૧ને રોકવામાં આવ્યું હતું. આ વાહનના ચેકીંગ દરમિયાન વાહનના માલિક કાર્તિક ગણેશભાઇ ભરવાડના ડમ્પરમાં રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત રીતે રેતીનું વહન કરવા બદલ ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. જયાંથી ખનીદ ભરેલ છે, તેની સ્થળ તપાસ કરવા અને માપણી કરવા જિલ્લા કલેકટરશ્રીના આદેશથી હાલમાં ચાલું છે. તેની સાથે પીપળજ ચેક પોસ્ટ ખાતેથી ડમ્પર નંબર જીજે ૧૮બીવી ૯૦૪૩ અને જીજે૩૮ટી ૯૬૧૧ રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી રેતી ખનિજનું વહન કરવા બદલ પકડી પાડવામાં આવ્યા હતા. પીપળજ ચેક પોસ્ટ ખાતેથી કુલ – ૮૦ લાખ જેટલો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ તમામ ખનીજ માફિયાઓ સામે કલેકટરશ્રીના આદેશથી વાહનોમાં બિનઅધિકૃત ખનીજ વહન સબબ મિનરલ્સ નિયમો- ૨૦૧૭ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે, તેવું મદદનીશ ભુસ્તરશાસ્ત્રીએ જણાવ્યું છે.

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!