ગણેશ શાળા ટીમાણામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરાઇ

ગણેશ શાળા ટીમાણામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરાઇ
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ એટલે રામનવમી પર્વ. તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળા – ટીમાણામાં શાળાના 1000 જેટલા બાળકો એ સમૂહમાં ભગવાન શ્રીરામની આરતી ઉતારીને રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. સાથોસાથ શાળાના શિક્ષકોશ્રીઓ દ્વારા ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનો પરિચય કરાવવામાં આવ્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300