અંબાજી ખાતે રામ – નવમી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ…..

અંબાજી ખાતે રામ – નવમી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ…..
રામ – મંદિર નિર્માણ સ્થળી થી ડી.જે સાથે રામ પરિવાર – વાનર સેના વેશભૂષા માં નગર શોભાયાત્રા કાઢવામાં આવી…
સમગ્ર અંબાજી નગર રામ નામ ના નાદ થી ગુંજી ઉઠ્યું….
શોભાયાત્રા માં મોટા પ્રમાણ માં લોકો જોડાયા…
રામ નવમી ના પાવન દિવસે સમગ્ર દેશ માં જયશ્રી રામ ના નાદ ગુંજી રહ્યા છે .ત્યારે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પણ આજરોજ રામનવમી નિમિતે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી.
અંબાજી ખાતે ” હિન્દુ હિત રક્ષા સમિતિ ” અને ” બંસી ગૌ સેવા સમિતિ “ દ્વારા મુખ્ય હાઈ – વે વિસ્તાર ભવાની પેલેસ હોટેલ ની બાજુ માં નિર્માણ થઈ રહેલા રામમંદિર સ્થળ ખાતે થી આજ રોજ બપોર ના સુમારે ભગવાન શ્રી રામ, સીતા ,લક્ષમણ તેમજ હનુમાનજી અને વાનર સેના સહિત ની વેશ ભૂષા માં તૈયાર થયેલા નાના બાળકો સાથે ની ડી.જે અને નાશિક ઢોલ ના તાલે ઝુમતા – નાચતા નગર શોભા યાત્રા કાઢવામાં આવી હતી.
જેમાં મોટા પ્રમાણ માં ગામ લોકો જોડાયા હતા અને સમગ્ર રસ્તાઓ પર “જય શ્રી રામ “ ના નારા સાથે આગળ વધી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ની જેમ જ રામનવમી ના દિવસે પણ લોકો માં રામજી ની નગર યાત્રા માટે નો ઉત્સાહ લોકો માં જોવા મળ્યો હતો.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300