કોરોનાની રસીની ઘાતક અસરો માટે જવાબદાર કોણ?

કોરોનાની રસીની ઘાતક અસરો માટે જવાબદાર કોણ?
Spread the love

આજે બે વરસ ઉપર થઈ ગયા છે આપને કોરોનાની પુલફ્રૂફ રસી બનાવી શક્યા નથી કોઈ પણ રસી બનતા પરીક્ષણ કરતા મંજૂરી મેળવતા ત્રણથી ચાર વરસ લાગે છે કોરોના રસી ઉતાવળમાં બજારમાં મુકી એનું આ પરિણામ છે.
ભારતમાં કોરોનાની રસીના 205 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે સરકાર ગાઈ વગાડીને કોરોના રસીકરણ 100 ટકા પૂરું થઈ ગયું એમ દાવો કરતી વાતો આપના મોબાઈલમાં દરેક કોલ કરતા પહેલા આપણને સંભળાવવામા આવતી હતી. સરકારે રસી લેવા દુકાનદારોની વિદેશ પ્રવાસ કરવા માંગતા ભારતીયોની હાલત ખરાબ કરી નાખી હતી જો દુકાનદારે રસીના બે ડોઝ ના લીધા હોય તો એમની દુકાનો બઁધ કરાવવામાં આવતી હતી વિદેશ જવા માટે રસીના બે ડોઝનું પ્રમાણપત્ર જરૂરી હતું
ભારતમાં રસીના અંદાજે 221 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા એમાં 205 કરોડ ડોઝ કોવીસિલ્ડના હતા આજે ચાર વરસ પછી કંપની કહે છે કે રસીના કારણે લોહી ગંથાઈ જવાનો ડર છે.
આપને માત્ર ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં 12.53 કરોડ ડોઝ અપાયા હતા જેમાં પ્રથમ ડોઝ લેનારા 5.43 કરોડ બીજો ડોઝ લેનારા 5.40 કરોડ જયારે પ્રિકોશન એટલે કે આપણી ભાષામાં ત્રીજો ડોઝ લેનારા 1.96 કરોડ છે આ પેકી કોવિસિલ્ડના 10.53 કરોડ અને કોવિક્સીનના 1.89 કરોડ અને કોરબોવેકસના 36.18 લાખ ડોઝ સામેલ છે
સુરતીઓની વાત કરીએ તો 38 લાખ સુરતીઓએ અંદાજે 88 લાખ રસીના ડોઝ લીધા છે જેમાં 30 લાખ સુરતીઓએ પહેલો 35 લાખ સુરતીઓએ બન્ને ડોઝ જયારે 8 લાખ સુરતીઓએ બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ મુકાવ્યો છે
હવે કંપની કહે છે કે રસીના ડોઝ લેવાથી શરીરના જુદા જુદા અંગોમાં લોહી ગંઠાવા લાગે છે શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે બ્રેન સ્ટોક અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે ડોઝ લેનારને માથાનો દુખાવો છાતીમાં દુખાવો પગમાં સોજો અને રસી લીધા પછી થોડા અઠવાડિયામાં શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
આપને બધા રસી મુકાવીને મોટે ઉપાડેરસી મુકાવતા ફોટા સોશિયલ મીડિયામાં મુકી બાવડા ફુલાવતા હતા તેનું આપણને બહુ ગર્વ લેતા હતા આજે આપની બેવકૂફી પર આપને જ હસવું આવે છે અરે કેટલાક તો સરકારી હોસ્પિટલોમાં કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહી રસીના ડોઝ લીધા છે કેટલાકે 1500 રૂપિયા ખર્ચીને પ્રાઇવેટમાં ડોઝ લીધા છે
જોકે નિષ્ણાંત ડોકટરોનું કહેવું છે કે રસીની આડ અસરો 6 મહિના પછી દેખાવા માંડે છે હવે આપને બધાને ડોઝ લેવાને ચાર વરસ લગભગ થઈ ગયા છે એટલે ફિકર કરવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી છતાં આપના ફેમીલી ડોકટર પાસે દર મહિને બ્લડપ્રેસર ડાયાબિટીસની રૂટિન તપાસ કરાવી જોઈએ.
જો રસી એક્દમ જ પરફેક્ટ હતી ફાયદાકારક હતી તો પછી સીરમના આદર પુનાવાલાને 140 કરોડ ભારતીયો અરે હા વિદેશોમાં પણ સીરમએ રસી નિકાસ કરી હતી એ હિસાબે કરોડો રસીના ડોઝ રોકેટ ગતિએ તૈયાર કરી આપનાર આદર પુનાવાલા આપના ભારત રત્ન એવોર્ડના હકદાર કહેવાય પણ હજુ સુધી આદર પુનાવાલાને કોઈ એવોર્ડની જાહેરાત થઈ નથી
બીજું આદર પુનાવાલાનું ઠેકઠેકાણે સન્માન થવું જોઈતું હતું એને રસી બનાવવા કરોડો રૂપિયા ફાળવવા જોઈતા હતા એને બદલે આદર પુનાવાલાને 152 કરોડના ઇલેકટ્રોલ બોન્ડ ખરીદવાની ફરજ પાડવામાં આવી
100 મેં 100 બેઈમાન ફિર ભી મેરા ભારત મહાન

આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!