ભાંગલ ધામ ભગુડા ખાતે આજે 5500 સ્વયંસેવક ભાઈઓ બહેનોનું જાહેર સન્માન થશે.

ભાંગલ ધામ ભગુડા ખાતે આજે 5500 સ્વયંસેવક ભાઈઓ બહેનોનું જાહેર સન્માન થશે.
Spread the love

ભાંગલ ધામ ભગુડા ખાતે આજે 5500 સ્વયંસેવક ભાઈઓ બહેનોનું જાહેર સન્માન થશે.

સોમવારે 28માં પાટોત્સવ પ્રસંગે માંગલ શક્તિ એવોર્ડ તેમજ સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે


સુપ્રસિદ્ધ શક્તિધામ માંગલધામ તીર્થ ભગુડા ખાતે ૨૮ મા પાટોત્સવ પ્રસંગે માંગલ શક્તિ એવોર્ડ એવમ્ ભવ્ય લોકડાયરાનું આયોજન પૂ.શ્રી મોરારીબાપુ તેમજ સંતોના સાંનિધ્યમાં અને મહાનુભાવો ની હાજરીમાં અને લાખો શ્રદ્ધાળુઓ – માંગલ છોરૂની ઉપસ્થિતિમાં તા. ૨૦-૫-૨૦૨૪ ને સોમવારના રોજ શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવેલ છે.


જે અંતર્ગત તા. ૧૫-૫-૨૦૨૪ ને બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે લાખો શ્રદ્ધાળુઓની વ્યવસ્થામાં સહભાગી બનીને દર વરસે સેવા આપતાં આ વિસ્તારના ૫૫૦૦ જેટલા સ્વયંસેવકો ભાઈઓ તથા બહેનોનું સન્માન માંગલધામ તીર્થ ભગુડા ખાતે કરવામાં આવશે.
અત્રે એ નોંધનીય છે કે ગોહિલવાડની પવિત્ર ધરા પર મહુવા તાલુકાના ભગુડા ગામે માંગલ માતાજીનું ધામ આવેલું છે. આશરે 450 વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલું છે. તળાજા થી 22 તથા મહુવા થી 25 કિ.મી ના અંતરે આ ભગુડા ધામ આવેલું છે.પ્રતિ વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં લાખો લોકો શ્રદ્ધાભેર સામેલ થાય છે. આગામી તારીખ 20 મી મે, અને સોમવારે રાત્રે 8:00 કલાકે 28 માં પાટોત્સવની સાથે માંગલ શક્તિ એવોર્ડ તેમજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે.
અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી,કોઈ ભુવા નથી,કોઈને દોરા ધાગા આપવામાં આવતા નથી…! નોંધનીય છે કે ભગુડા ગામે અને 1997 માં માતાજીનું શિખર બંધ નૂતન મંદિરનું નિર્માણ થયું હતું જેની પ્રતિષ્ઠા વિધિ દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે યોજાય છે. જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા 28 વર્ષ સુધી ધર્મમય મહોલમાં યોજાય છે. 28 માં પાટોત્સવ પ્રસંગની ઉજવણીમાં સામેલ થવા શ્રી માંગલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડાના પ્રમુખ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ ટ્રસ્ટીઓ તથા ગામજનોએ જાહેર આમંત્રણ આપ્યું છે.

રિપોર્ટ : હરેશ જોશી, કુંઢેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!