નર્મદા નદીના અઢી કિલોમિટર પટમાં શોધખોળ બાદ સાંજે સાત માંથી ડૂબેલા ત્રણના મૂર્તદેહનાં શવ મળ્યા

નર્મદા નદીના અઢી કિલોમિટર પટમાં શોધખોળ બાદ સાંજે સાત માંથી ડૂબેલા ત્રણના મૂર્તદેહનાં શવ મળ્યા
Spread the love

નર્મદા નદીના અઢી કિલોમિટર પટમાં શોધખોળ બાદ સાંજે સાત માંથી ડૂબેલા ત્રણના મૂર્તદેહનાં શવ મળ્યા


નર્મદા નદીમાં ડૂબેલા કુલ ૭ લોકો માંથી ૩ લોકોના મૂર્તદેહ મળ્યા બાકીના ૪ લોકોના મૂર્તદેહ ની શોધખોળ એનડીઆરએફ, ફાયર ફાયટરની ટીમો દ્વારા ૬ જેટલી બોટ, નાવડી દ્વારા કરી રહી છે

પોઈચા કરુણાતિકાની હોનારતમાં મૃત્યુ પામેલ લોકોમાંથી ત્રણ નો ભારે જહેમત બાદ મુર્તદેહ મળ્યો ૪ હજી લાપતા

૬૦ તરવૈયાઓ દ્વારા નર્મદા નદીના અઢી કિલોમિટર પટમાં મૃત દેહો ની ભારે શોધખોળ ચાલી રહી છે

એનડીઆરએફ, વડોદરા, ભરૂચ, કરજણ પાલિકાના તરવૈયાની ટીમો દ્વારા ૬ બોટની મદદથી શોધખોળની કામગીરી ચાલું છે

નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા હતભાગી પરિવારો ને પોઇચા ખાતે રાખવામાં આવ્યા

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના પોઇચા ખાતે વહેલી સવારના ગતરોજ સુરતથી નર્મદા નદીમાં સ્નાન કરવા ફરવા આવેલા પ્રવાસીઓ
મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની છે અને હાલમાં વ્યવસાય અર્થે સુરત માં ક્રિષ્ના પાર્ક સોસાયટી સણિયા હેમાદ માં રહેતા બે પરિવાર નાં લોકો પોતાને ત્યાં રાખવામાં આવેલ ભાગવત કથા પૂર્ણ કરી તેઓ પરિવાર સાથે પોઈચા ખાતે કરનાળી ધાર્મિક સ્થળે ફરવા નર્મદા સ્નાન કરવા આવ્યા હતા પરિવાર નાં આવેલા ૧૭ લોકો માંથી ૮ જેટલાં લોકો નર્મદા નદીમાં નાહવા પડ્યાં હતા નદી માં નાહતાં નાહતાં એક કલાક જેટલો સમય વિતાવી મોજ મજા માણી ત્યાર બાદ બહાર નીકળવાનું જ કરતા હતા ત્યાં મગનભાઈ એ કહ્યું કે અહીં આવો પાણી સારું છે જોત જોતામાં પાણી માંથી જોર જોરથી ચીસો બુમો પાડતા ની સાથે સ્થાનિકો અને નાવિકો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક લોકો એ નદીમાં ડૂબેલા આઠ લોકો માંથી એકને મગનભાઈ નાનાભાઈ જીજાડાં ને બચાવી લીધો હતો જયારે સબંધીના બાળકો સહિત પિતા બે પુત્ર પાણીમાં લાપતા બન્યા હતા આ બનેલ ઘટનાને પગલે ભારે અરેરાટી સાથે ગમગની નું વાતવરણ છવાઈ જવા પામ્યું હતું જોકે આ દુર્ધાટના ની જાણ પોલીસ ને થતાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે ટાઉન પીઆઈ ડોડીયા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો નદીમાં લાપતા બનેલા લોકોને શોધખોળ માટે સ્થાનિકો અને નગરપાલિકાનાં ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી ત્યાર બાદ વડોદરા થી એનડીઆરએફ ની ટીમો બોલાવી ભારે શોધખોળ આંરભી હતી મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ ડુબી ગયેલા ઓનું કોઈ પગેરું મળી આવ્યું ન હતું ગોઝારી હોનારતમાં મુર્ત્યું પામનાર હતભાગી નાં પરિવાર નાં લોકો ભારે આક્રમદ કલોપાત રુદણ કરી રહ્યાં હતા પાણી અંદર થી લાપતા વ્હાલ સોયા બાળકો અને પિતાની કોઈ પતો મોડી રાત સુધી ન મળતા પરિવારના લોકો ઉપર જાણે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું

મળતી માહિતી અનુસાર ગતરોજ તા. ૧૪મી મે ના રોજ મધ્યાહનના સમયે પોઇચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના ૧૭ સભ્યો પોઇચા નિલકંઠ ધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યારે આ કરુણાંતિકા સર્જાઇ હતી અને જેમાં આઠ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઇ ગઇ હતી. એ દરમિયાન, ન્હાવા પડેલી મગનભાઇ નાનાભાઇ જીંજાળા નામની એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ડૂબતા બચાવી લેવામાં આવ્યા હતા તેઓની સાથે ૧. ભરતભાઇ મેઘાભાઇ બલદાણિયા (૪૫), ૨.આર્નવ ભરતભાઇ બલદાણિયા (૧૨), ૩.મૈત્રવ ભરતભાઇ બલદાણિયા (૧૫), ૪.વ્રજ હિંમતભાઇ બલદાણિયા (૧૧), ૫.આર્યન રાજુભાઇ જીંજાળા (૭), ૬.ભાર્ગવ અશોકભાઇ હડિયા (૧૫) અને ભાવેશ વલ્લભભાઇ હડિયા (૧૫) નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા.નર્મદા જિલ્લા વહીવટી તંત્રને આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગને બચાવ કામગીરી માટે બોલાવી લેવામાં આવી હતી. આ ટીમો દ્વારા નર્મદા નદીમાં તુરંત ડૂબી ગયેલી સાત વ્યક્તિની શોધખોળ આદરવામાં આવી હતી. નાંદોદ પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તા. ૧૪ના બપોરથી આદરવામાં આવેલી શોધખોળમાં એનડીઆરએફ અને વડોદરાની કુલ મળી ત્રણ બોટ ઉપરાંત સ્થાનિક ત્રણ નાવડીમાં બચાવકર્મીઓ દ્વારા નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આજ તા. ૧૫ને બુધવારના સવારે આઠેક વાગ્યે ભાવેશભાઇ વલ્લભભાઇ હડિયા નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાંરબાદ મોડી સાંજ સુધી ભારે શોધખોળ સધન તપાસ બાદ ભાર્ગવ અશોકભાઇ હડિયા ઉ. વર્ષ ૧૫ અને ભાવેશ વલ્લભભાઇ હડિયા ઉ. વર્ષ ૧૫ નો પાણીમાંથી મૂર્ત અવસ્થા માં શવ મળી આવ્યો હતો આમ પોઈચા નર્મદા નદીમાં ડૂબેલા કુલ ૭ લોકો માંથી ૩ લોકોના મૂર્તદેહ મળી ગયા છે એનડીઆરએફ, ફાયર ફાયટરની ટીમો દ્વારા ૬ જેટલી બોટ, નાવડી દ્વારા નદીમાં બાકીના ૪ લોકોની શોધખોળ ચાલી રહી છે. ૬૦થી વધુ બચાવ કામગીરી દ્વારા નર્મદા નદીમાં અઢી કિલોમિટર જેટલા વિસ્તારમાં આ તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી રહ્યાં છે. નદીમાં ભારે ઉંડા ખાડાઓ પરી ગયા છે અમુક જગ્યાઓ પર બોટ નો ભાગ નીચે અડી જાય છે શોધવામાં મુશ્કેલી પડી રહી છે બીજી તરફ, શ્રી રંગસેતુ આસપાસ મગરોની હાજરી ઉપરાંત વહેતા વહેણ હોવાથી તમામ પ્રકારની તકેદારી સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે.બીજી તરફ આ મુર્ત્યું પામેલા હતભાગી ઓના પરિવારના લોકોને નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા પોઈચા ધામ ખાતે રાખવામાં આવ્યો છે

 

કલેક્ટર શ્વેતા તેવતિયાએ ગોઝારી સર્જાયેલ દુર્ઘટના બીજા દિવસે સ્થળ ની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું પરિવારની રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટના બદલ સાંત્વના પાઠવી હતી

પોઇચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્વેતા તેવતિયાએ આ ગોઝારી સર્જાયેલી દુર્ઘટના બીજા દિવસે ઘટના સ્થળોની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પણ જોડાયા હતા. બચાવ કાર્યના કેમ્પ સ્થળે હતભાગી પરિવારને રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટના બદલ સાંત્વના વ્યક્ત કરી હતી તેમના પર આવી પડેલા દુઃખમાં સહભાગી થયા હતા અને સાંત્વના પાઠવી હતી. તેમણે આ આપત્તિની ઘડીમાં પરિવારને હરસંભવ મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!