બોલો તમને ઉનાળો ગમે કે ચોમાસુ?

બોલો તમને ઉનાળો ગમે કે ચોમાસુ?
Spread the love

આ વખતે ગરમીનું પ્રમાણ વધી ગયું છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે બપોર કેમ કાઢવી એક યક્ષ પ્રશ્ન છે રોડ રસ્તાઓ બધું ગરમ ગરમ છે ઘરમાં પંખામાંથી પણ ગરમ હવા આવી રહી છે ઘરે ઘરે એ. સી. લકઝરી નહીં જરૂરિયાત બની ગયા છે આ. એ. સી. થી વાતાવરણમા ગરમી વધે છે કેટલાક અરે હવે તો ઘણા બધા ઘરોમા ચાર પાંચ વાહનો હોવા સામાન્ય છે આ વાહનો પ્રદુષણ અને ગરમી વધારે છે ઝાડ કોઈને રોપવા નથી નથી ને ઠંડક બધાને જોઈએ છે
હવે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે કોન્ટ્રાકટરના છોકરાઓ એ. સી. ગાડી માટે જિદ કરી રહ્યા છે કોન્ટ્રાકટર એમને એકાદ વરસાદ સુધી થોભી જવા કહે છે કારણકે કોન્ટ્રાકટરને ખબર છે કે તેને બનાવેલા રસ્તાઓ રોડ માત્ર એક જ વરસાદના ગ્રાહક છે આ વાસ્તવિકતા છે
બજારમાં ગરમીને કારણે 6 વાગ્યાં સુધી ચહલપહલ દેખાતી નથી વરસાદની રાહ જોવાય રહી છે ઝુંપડપટી વિસ્તારના લોકો પોતાના માથા પરના કાણા પતરા અને ખુલ્લા આસમાનને જોઈ રહ્યા છે ગલીઓમા ત્રણ ચાર દિવસ સુધી પાણી પાછા ભરાશે અવરજ્વર બઁધ થઈ જશે એની બીક છે રોજ કમાઈ રોજ ખાવા વાલાને વરસાદથી બીક લાગે છે આવક બઁધ થઈ જશે ખર્ચ વધી જશે
બીજી બાજુ ટીટોડીના ઈંડામાંથી બચ્ચાં પણ આવી ગયા કેરી ગાળો પણ પૂરો થવા આવ્યો હવે વરસતા વરસાદમાં ભજીયા અને છાંટો પાણીની વાર છે.
પેપરવાલા ટીવી વાલા અમીછાંટણા મેઘરાજા સર્વત્ર શ્રીકાર સાંબેલાધાર જળબંબાકાર વાવાઝોડું રેલ વિગેરે શબ્દો છાપવા ઉતાવળા થયા છે ઠેર ઠેર રસ્તાઓ બેસી જવાનાં પાણીભરાઈ જવાનાં ઝાડો પડવાના બનાવો વધવાના છે
આપની સાથે સેંકડો કવિમિત્રો દેડકા તારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ગુજરાતી ભાષા આમ પણ મરી પરવારી છે કવિમિત્રો ગઝલકાર મિત્રો પોતાની કલમમાં વરસાદને સ્થાન આપી ગુજરાતી ભાષાને શણગારવા આતુર છે બેતાબ છે વરસાદથી ભીના થયેલા શરીરને બદલે ગરમીના કારણે પરસેવાથી ખદબદતું શરીર ટુવાલથી લૂછવાના દિવસો ક્યારે પુરા થશે
આવ રે વરસાદ આવ રે વરસાદ

આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!