પાટણના : અંબાજી નેળીયામાં આખલા યુધ્ધ જામ્યું…લોકોમાં અફરાતફરી મચી

પાટણના શહેરના અંબાજી નેળીયામાં આખલા યુધ્ધ જામ્યું…લોકોમાં અફરાતફરી મચી
નગર પાલિકા તંત્રની ઢોર ઢબે કરવાની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે.!!
પાટણ નગર પાલિકાની રખડતાં ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ ફકત કાગળ પરની હોય તેવી પ્રતિતી પાટણ શહેરના જાહેર રસ્તાઓ પર અવાર-નવાર જોવા મળતા આખલા યુદ્ધ ના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.અવર નવાર આખલા યુધ્ધ સર્જાય રહ્યા છે અને પાલિકા આજદિન સુધી રખડતા ઢોરો નાં ત્રાસમાંથી શહેરીજનો ને ઉગારી સકી નથી.વારંવાર બનતી ઘટનાઓ ને પગલોકો ભયના ઓથાર હેઠળ જોવા મળી રહ્યા છે પરંતુ પાલિકા નઘરોળ તંત્ર હજુ જાગ્યું નથી ત્યારે પાલિકા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે
પાટણ શહેરના અંબાજી નેળિયા માં સાંજ ના સમયે બે આખલાઓ નું યુદ્ધ જામતાં વિસ્તારમાં હડકંપ મચી જવા પામી હતી.લોકો ની ભારે અવર જવર વાળા અંબાજી નેળિયા વિસ્તાર માં જામેલા આખલા યુદ્ધ ને લઇ લોકો ભયમાં મુકાયાં હતાં.ત્યારે આ આખલા યુધ્ધ ને શાત પાડવા વિસ્તારમાં ઉભા રહેતા છુટા હાથે પથ્થર મારી લડતા આખલા ઓને વિસ્તાર માથી ભગાડતા આ વિસ્તારના વેપારીઓ સહિત રાહદારીઓએ રાહત નો દમ લીધો હતો.
પાટણ શહેરના જાહેર માગૅ પર અવાર નવાર જોવા મળતા આખલા યુદ્ધ ના બનાવોને લઈને પાટણ પાલિકા ની રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામ ગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.અનેકવાર સમાચારપત્રો માં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી અને વારંવાર ઘટનાઓ પણ બની રહી છે ત્યારે નઘરોળ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300