ચોરવાડ હોલીડે કેમ્પ ખાતે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બીચની સફાઈ હાથ ધરાય

ચોરવાડ હોલીડે કેમ્પ ખાતે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બીચની સફાઈ હાથ ધરાય
Spread the love

ચોરવાડ હોલીડે કેમ્પ ખાતે બીચની સફાઈ હાથ ધરાય

બીચ ના સફાઈ અભિયાન માં 1 ટ્રેકટર વેસ્ટ પ્લાસ્ટિકનો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો

 

૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ

ગદ્રે મરીન એક્ષપોર્ટ પ્રા.લી.ચોરવાડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વનવિભાગ, સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા હોલીડે કેમ્પ બિચ સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ લાવવા અને લોકોને પ્રોત્સાહિત કરવા આ દિવસની ઊજવણી એક પ્રબળ માધ્યમ છે. જેના દ્વારા દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિલક્ષી કાર્યક્રમો થઈ રહ્યાં છે.

આપણે સૌ જાણીએ છીએ કે વિકાસના નામે કુદરત સાથે કેટલી છેડછાડ કરવામાં આવી રહી છે. વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે, નદીઓ વાળવામાં આવી રહી છે. એટલું જ નહીં, વધતું પ્રદૂષણ માનવ, પશુ-પક્ષી અને દરિયાઈ જીવોના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. આ માટે આપણે માણસો સૌથી વધુ જવાબદાર છીએ.
દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને યાદ અપાય છે કે આપણે પ્રકૃતિ છીએ, પ્રકૃતિ આપણે નથી. જો તમારે તમારી આવનારી પેઢીઓને બચાવવા હોય તો પર્યાવરણ બચાવવાની શરૂઆત તમારાથી કરો.

આપણે સૌ જાણીએ છીએ કે વિકાસના નામે કુદરત સાથે કેટલી છેડછાડ કરવામાં આવી રહી છે. વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે, નદીઓ વાળવામાં આવી રહી છે. એટલું જ નહીં, વધતું પ્રદૂષણ માનવ, પશુ-પક્ષી અને દરિયાઈ જીવોના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. આ માટે આપણે માણસો સૌથી વધુ જવાબદાર છીએ.

આજે પર્યાવરણ દિવસ પર આ 6 સંકલ્પ લો

સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર નિર્ભર છે. તેથી એક સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ વગર, માનવ સમાજની કલ્પના અધૂરી છે. આ તકે શ્રી નિલેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે પ્રકૃતિને બચાવવા માટે આજે આપણે સાથે મળીને સંકલ્પ લેવો પડશે.

(1) એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ રોપવો અને તેને બચાવો અને વૃક્ષો અને છોડના સંરક્ષણમાં સહકાર આપો.

(2) તળાવ, નદી, નાના તળાવોને પ્રદૂષિત ન કરો, પાણીનો દુરૂપયોગ ન કરો અને ઉપયોગ પછી બંધ કરો

(3) કારણ વગર વીજળીનો ઉપયોગ કરશો નહીં, ઉપયોગ પછી બલ્બ, ફેન અથવા અન્ય ઉપકરણોને બંધ રાખો

(4) કચરો હંમેશા ડસ્ટબિનમાં ફેંકી દો અને અન્ય લોકોને આવુ કરવા પ્રોત્સાહિત કરો, આવુ કરવાથી પ્રદૂષણ નહીં થાય

(5) પ્લાસ્ટિક / પોલિથિનનો ઉપયોગ કરવાનું બંધ કરો, તેના બદલે કાગળની થેલી અથવા બેગનો ઉપયોગ કરો

(6) પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનો, નજીકના કાર્ય માટે સાયકલનો ઉપયોગ કરો.


હોલીડે કેમ્પ ચોરવાડ ખાતે બીચ ઉપર સફાઈ અભિયાન તેમજ ગદ્રે મરીનની વિશાળ જગ્યામાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું

 

આ કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગ ના મયાત્રા સાહેબ,વાળા સાહેબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના ધર્મેન્દ્ર વાકાણી સાહેબ તેમજ ગદ્રેમરીન ના પંચોલી સાહેબ રાઠોડ સાહેબ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા. તેમજ સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ ના પ્રમુખ નરેશગીરી ગૌસ્વામી તેમજ ઉપ. પ્રમુખ નિલેશભાઈ રાજપરા તેમજ નાથાભાઈ નંદાણીયા અને તેમની ટીમ ના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ જોષી દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!