પાલિતાણામાં માનવસેવાની સુવાસ પાથરતું શત્રુંજય યુવક મંડળ…

પાલિતાણામાં માનવસેવાની સુવાસ પાથરતું શત્રુંજય યુવક મંડળ…
આરોગ્ય રથ દ્વારા પાલિતાણા તથા તેની આજુબાજુના અને સેવાડાનાં ગામોના માનવ દર્દ ની પીડા ઓછી કરી ગરીબ લોકો નાં આશીર્વાદ મેળવ્યા..
પાલિતાણા જૈનો નિ પવિત્ર તીર્થ ભૂમિ છે. આ ભૂમિ માં લોકો દાદા આદિનાથ નાં દર્શન કરી ધન્યતાનો લાભ લેછે. ઘણાં લોકો માનવ સેવા સાથે પશુ સેવા કરી અને પોતાનું આર્થિક યોગદાન આપી રહ્યા છે.પાલિતાણામાં છેલ્લા ચાર વર્ષ થી શિક્ષણ આરોગ્ય અને સામાજિક કાર્યો નિ હારમાળા સર્જી શત્રુંજય યુવક મંડળ પોતાની સેવાની સુવાસ સેવાડા નાં ગામ સુધી ફેલાવી છે.પાલિતાણા નાં પંદરથી વધુ ગામોમાં આદિનાથ આરોગ્ય રથ દોડાવી દર મહિને ત્રણ હજાર થી વધારે લોકો ને મફત સારવાર અને દવા પૂરી પાડે છે.દર મહિને ત્રણ લાખ જેટલું અનુદાન આપી આરોગ્ય સેવા પૂરી પાડે છે.ચાર થી વધુ ગામોમાં કાયમી આરોગ્ય ધામ સેવા અમલમાં મૂકી છે .લોકો નો સમય અને નાણાં નિ બચત થાય છે.નિઃસ્વાર્થ ભાવે આ શત્રુંજય યુવક મંડળ જરૂરિયાત લોકો માટે સેવા કરવા તત્પર છે.લોકો નું જીવન સુખી અને આરોગ્ય પ્રદ રહે તે માટે સતત પ્રયત્ન શિલ છે.મહિલાઓ અને બાળકો નાં કલ્યાણ માટે આ યુવક મંડળ પ્રથમ પ્રાધાન્ય આપે છે.હમણાજ પાલિતાણા નાં છેવાડા નાં ગામોમાં રવિવારે પણ આરોગ્ય રથ શરૂ કરી સેવામાં વધારો કર્યો છે.આરોગ્ય રથ સોમથી રવી પાલિતાણા નિ જનતા નિ સેવા માટે દોડધામ કરે છે.માનવ કલ્યાણ નાં આ હિતકારી કાર્યો દ્વારા પાલિતાણા નું ગૌરવ વધાર્યું છે.વધુ ને વધુ આવા સેવા કાર્યો થાય તેવી દાદા આદિનાથ પાસે પ્રાથૅના….
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300