ફ્રાંસની સૅનેટમાં ‘ભારત ગૌરવ પુરસ્કાર’ આપીને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીનું સન્માન !

ફ્રાંસની સૅનેટમાં ‘ભારત ગૌરવ પુરસ્કાર’ આપીને સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીનું સન્માન !
શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે પુરસ્કાર સ્વીકાર્યો
પૅરિસ (ફ્રાંસ) – અખિલ માનજાતિના કલ્યાણ માટે અવિરત પ્રયત્ન કરનારા, સાધના વિશે દિશાદર્શન કરીને સમગ્ર વિશ્વના સાધકોનું જીવન આનંદમય કરનારા, વિજ્ઞાનયુગમાં સરળ સુલભ ભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરીને સમાજને દિશાદર્શન કરનારા સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને ૫ જૂન ૨૦૨૪ ના દિવસે ફ્રાંસની સૅનેટમાં (સંસદમાં) ‘ભારત ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા. ફ્રેંચ સંસદના ઉપાધ્યક્ષ ડૉમિનિક થિઓફિલ, મેહેંદીપુર બાલાજી ટ્રસ્ટના શ્રી નરેશ પુરી મહારાજ, ‘સંસ્કૃતિ યુવા સંસ્થા’ના અધ્યક્ષ પં. સુરેશ મિશ્રા અને ફ્રેંચ સંસદના સદસ્ય ફ્રેડરિક બુવેલના હસ્તે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વૈશ્વિક પ્રસાર માટે આપેલા અદ્વિતીય યોગદાન માટે આ પુરસ્કાર તેમને પ્રદાન કરવામાં આવ્યો. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી વતી તેમનાં આધ્યાત્મિક ઉત્તરાધિકારી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે આ પુરસ્કારનો સ્વીકાર કર્યો. ‘સંસ્કૃતિ યુવા સંસ્થા’એ આ પુરસ્કાર માટે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને ચૂંટ્યા હતા.
આ સમયે ‘સંસ્કૃતિ યુવા સંસ્થા’ના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્રાએ કહ્યું કે, સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ ભારતીય સંસ્કૃતિ માટે આપેલું યોગદાન અદ્વિતીય છે. તેમના નેતૃત્વ હેઠળ સનાતન સંસ્થાએ અનેક સામાજિક અને સાંસ્કૃતિક ઉપક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ અને સકારાત્મક પરિવર્તન કરાવ્યું છે.
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ અખિલ માનવજાતિના કલ્યાણ માટે કરેલા દિવ્ય કાર્યનું સન્માન !
આ પુરસ્કારનો સ્વીકાર કર્યા પછી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળે કહ્યું, ‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને ફ્રાંસની સિનેટમાં ‘ભારત ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવા વિશે સનાતન સંસ્થા ‘સંસ્કૃતિ યુવા સંસ્થા’ અને સંસ્થાના અધ્યક્ષ પં. સુરેશ મિશ્રા પ્રત્યે કૃતજ્ઞ છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે જેવા ઉચ્ચ સ્તરના સંત પુરસ્કાર અને માનસન્માનની પેલેપાર ગયેલા હોય છે. તેમ છતાં તેમનું આ સન્માન એટલે તેમણે અખિલ માનવજાતિના કલ્યાણ માટે કરેલા દિવ્ય અધ્યાત્મકાર્યનું સન્માન છે. આ સન્માન એટલે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ અધ્યાત્મશાસ્ત્ર વિશે કરેલા અલૌકિક સંશોધનકાર્ય અને ગ્રંથલેખન, તેમજ અખિલ માનવજાતિને શીઘ્ર આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે પ્રદાન કરેલો ‘ગુરુકૃપાયોગ’ આ સાધનામાર્ગનો જ એક રીતે ગૌરવ થયો છે, એવું અમે માનીએ છીએ.’
આપનો નમ્ર,
શ્રી. ચેતન રાજહંસ,
પ્રવક્તા, સનાતન સંસ્થા,
સંપર્ક : 7775858387
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300