કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…

કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…
Spread the love

કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ હથીયાર બંધીની કડક અમલવારી કરવા સ્પેશીયલ ઝુંબેશનું આયોજન કરેલ હોઇ જે અનુસંધાને પાટણ SOG ઇન્ચાર્જ પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગેદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસઓજી શાખા,પાટણની ટીમ પાટણ તાલુકા પોસ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે,કુણઘેર ગામની મામા વાંટા તરીકે ઓળખાતી સીમમાં બાવળોની ઝાડીઓમાં કરીમ સુલેમાન અલ્લારખા જાતે ભટ્ટી ઉં.વ.આ.૩૯રહે.રાણીસર તા.સાંતલપુર જિ.પાટણવાળો પોતાની પાસે ગેર કાયદેસર દેશી બંદુક લઇને ફરે છે જેની તપાસ કરતા પોતાના કબજામાં ગે.કા. વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિં.રૂ.૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મે.જીલ્લા મેજી સા પાટણના હર્થીયાર બંધીનાજાહેર
નામાનો ભંગ કરેલ હોઇ જેથી તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ થવા સારૂ આરોપીને મુદ્દામાલ સાથે પાટણ તાલુકા પોં.સ્ટે. સોપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!