સમી પોલીસે અલ્ટો કારમાં લઈ જવાતાં વિદેશી દારૂ ના જથ્થા સાથે બે શખ્સો ને દબોચ્યા..

સમી પોલીસે અલ્ટો કારમાં લઈ જવાતાં વિદેશી દારૂ ના જથ્થા સાથે બે શખ્સો ને દબોચ્યા..
પાટણ જિલ્લાની સમી પોલીસે બાતમી ના આધારે alto કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને દબોચી તેઓની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દારૂની બદી ને ડામી દેવા કરેલ સૂચના અનુસાર સમી પોલીસ દ્વારા સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે સમી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક અલ્ટો કાર નં.GJ-01-HM-8753 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વેડ-અમરાપુર થઈને રણ માંથી પસાર થનાર છે જે હકીકત આધારે ટીમે વોચ તપાસમાં રહેતા સદર ગાડી આવતા તેનો પીછો કરતા અમરાપુર ગામથી આશરે એકાદ કિ.મી આગળ ગાડી રોકી લઈ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૩૧,૫૮૦/- તથા એક અલ્ટો ગાડી કિ.રૂ.૭૦,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોર્ને પકડી પાડી તેઓના વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઈ) વિ મુજબ કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં
ગોવિંદ હરદાસભાઈ ભાટુ(આહિર) રહે ઉચ્ચી માંડલ તા.જી.મોરબી અને રવિ ગોગનભાઈ બડિયાવદરા(આહિર) રહે.ઉચ્ચી માંડલ તા.જી.મોરબી વાળા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300