હારીજ : લોકાર્પણ દૈનિક ન્યૂઝના અહેવાલોનો પડઘો પડ્યો : તંત્ર દ્વારા યુદ્ધ ધોરણે કામગીરી હાથ ધરાઈ

હારીજ : લોકાર્પણ દૈનિક ન્યૂઝના અહેવાલોનો પડઘો પડ્યો : તંત્ર દ્વારા યુદ્ધ ધોરણે કામગીરી હાથ ધરાઈ
Spread the love

હારિજના જાગૃત યુવાનની ઉચ્ચ કક્ષાએ રજુઆત બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાઇવે રોડની કામગીરી હાથ ધરી..

થોડા સમય અગાઉ લોકાર્પણ દૈનિક ન્યુઝ માં અહેવાલ રજૂ કરાતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ રીપેરની કામગીરી હાથ ધરાઈ..

હારીજ બેચરાજી બાય પાસ હાઇવે વિષ્ણુ પાર્ટી પ્લોટથી જલિયાન ગ્રીન સોસાયટી પર રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડતા રોડની હાલત બિસ્માર બની જવા પામતા અકસ્માતની ભીતિ સેવાઇ હતી જેને લઈ હારીજ નગરના જાગૃત યુવાન પુષ્પક ખત્રી(એડવોકેટ) દ્વારા આ મુદ્દે માર્ગ મકાન વિભાગ હારીજ ખાતે લેખિત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા થોડા સમય બાદ યુવાને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા જે રજૂઆતને ધ્યાને લઇ જવાબદાર કચેરીને લેખિતમાં તાકીદે ધ્યાન દોરતા રવિવારના રોજ હારીજ બેચરાજી બાય પાસ રોડ પર પેચ વર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવતા રાહદારીઓએ રાહતનો દમ લીધો હતો જેનો જાગૃત યુવાન દ્વારા ગુજરાત સરકાર તેમજ જવાબદાર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો હારીજ નગરજનોએ જાગૃત યુવાનની કામગીરીને બિરદાવી હતી.
વધુમાં હારીજ નગરની પાયાની સમસ્યાઓના નિરાકરણ માટે જવાબદાર તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા જાગૃત યુવાનો દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે સત્વરે પાયાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કમિટી દ્વારા આગામી સમયમાં તમામ સમસ્યાઓનું ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે..

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!