હારીજના શિક્ષિત યુવાનો દ્વારા અક્ષમ પરિવારના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટ્યુશન…

હારીજના શિક્ષિત યુવાનો દ્વારા અક્ષમ પરિવારના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટ્યુશન…
અત્યારના સમયમાં બાળકોના ઊજળાં ભવિષ્ય માટે શિક્ષણ અનિવાર્ય છે.ત્યારે આર્થિક રીતે અક્ષમ પરિવારના બાળકો પૈસાના અભાવથી ટ્યુશન વગર પાછળ ના રહી જાય એ હેતુથી હારીજના રાવળ વાસ,ટેકરા વિસ્તારના બાળકોને ત્યાંના શિક્ષિત યુવાનો
અશ્વિનભાઈ ,જનકભાઈ,પિયુષભાઈ ,વિશાલભાઈ.
તથા આયોજક બકાભાઈ ,મોલિકભાઇ,અતુલભાઈ ,પરેશભાઈ જેવા સેવાભાવી યુવાનો દ્વારા વતન અને સમાજ નું ઋણ અદા કરવાના હેતુ થી “રામદેવ સંસ્કાર શાળા “નામ થી એક પ્રેરણાદાયી કાર્ય શરૂ કર્યું છે.અત્યારના સમયમાં શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે. ત્યારે અમુક પરિવારો માટે ટ્યુશન રાખવું એ સ્વપ્ન સમાન છે..એવા સમયમાં આ યુવાનો પોતાને મળેલ શિક્ષણ નો સદ્દ ઉપયોગ કરી હારીજ શહેરના રાવળવાસ,ટેકરા વિસ્તારના 1 થી 8 ધોરણના છોકરાઓને દરરોજ સાંજે 6:00 થી 7:00 દરમ્યાન નિ:શુલ્ક ટ્યુશન આપી રહ્યા છે.70 થી 80 ની સંખ્યા માં વિદ્યાર્થીઓ આ લાભ લઈ રહ્યા છે.. શિક્ષણ ની સાથે વ્યસનમુક્તિ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે એ ખૂબ જ સરાહનીય છે.. આવા કાર્યો ને પ્રોત્સાહન મળે તે માટે સંપન્ન લોકોએ આગળ આવી જરૂરત સાથે સહકાર આપવો જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી ડો સંજયભાઈ ઠક્કરે બાળકોને પ્રોત્સાહન રૂપી વક્તવ્ય આપી ભણી ગણી આગળ વધી વતનનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300