પાટણ જિલ્લામાં ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ ની કોમી એખલાસ વચ્ચે ઉજવણી

પાટણ જિલ્લામાં ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ ની કોમી એખલાસ વચ્ચે ઉજવણી
Spread the love

પાટણ શહેર સહિત જિલ્લામાં ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ ની કોમી એખલાસ વચ્ચે ઉજવણી કરવામાં આવી..

પાટણ શહેર સહિત જિલ્લામાં સોમવારે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઇદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. બકરી ઈદના પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઇદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી અલ્લાતાલા ની બંદગી કરી હતી. આ પર્વ નિમિત્તે પાટણ શહેર સહિત પંથક માંથી મુસ્લિમબિરાદરોએ ઇદગાહ ખાતે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી.તો આ પ્રસંગે મૌલાના અબ્દુલ કાદિર સાહેબ નદવીએ કુરબાની નું મહત્વ સમજાવ્યું હતું જ્યારે મૌલાના સિદ્ધિક સાહેબે ઈદની નમાજ પઢાવી હતી. પાટણ ઈદગા કમિટીના પ્રમુખ મૌલાના ઇમરાન સાહેબે ઈદની મુબારકબાદી પાઠવી હતી.ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી.

ઇદગાહ ખાતે બકરી ઈદની નમાઝ સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પાટણ શહેર સહિત જીલ્લામાં બકરી ઇદ ની હર્ષોઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!