પાટણ – શિહોરી માર્ગને ફોર લાઈન બનાવવા ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર

પાટણ – શિહોરી માર્ગને ફોર લાઈન બનાવવા પાટણ ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત…
પાટણ શિહોરી માર્ગને ફોર લાઇન બનાવવા પાટણના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ ધારાસભ્ય દ્વારા ઉપરોક્ત બાબતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે પાટણ અને વિધાનસભા મત વિસ્તારમાંથી પસાર થતા પાટણ -શિહોરી રોડ બનાસકાંઠા જીલ્લાની સાથે સંકળાયેલો તેમજ ખુબ જ વિપુલ પ્રમાણમાં ટ્રાફિક ધરાવતો રાજ્ય ધોરીમાર્ગ છે.
આ રસ્તા પરથી અંદાજે રોજની ૩૦૦૦ ટ્રકો બનાસ નદીની રેત લઈને રાજ્યના વિવિધ ભાગોમાં પોહચાડવામાં આવે છે. તેમજ દિયોદર, કાંકરેજ, ભાભર, થરાદ, લાખણી, વાવ, સુઇગામ જેવા તાલુકાને ગાંધીનગર/અમદાવાદ ને જોડતો ટુંકો અને અગત્યનો રસ્તો હોઈ સાથે સાથે બનાસ રેતીના વાહનો અને મુસાફર વાહનોને લીધે આ માગૅ પર વારંવાર અકસ્માતો સર્જાય છે ત્યારે આ રસ્તાને સત્વરે ચાર માર્ગીય બનાવવામાં આવે તેવી માગ સાથે રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300