સાંતલપુરના જાખોત્રા ગામે પીવાના પાણીની પારાયણ,પાણી માટે લોકોના પડાપડીના દૃશ્યો..

સાંતલપુરના જાખોત્રા ગામે પીવાના પાણીની પારાયણ,પાણી માટે લોકોના પડાપડીના દૃશ્યો..
“નલ સે જલ” સૂત્રનાં પાટણ જિલ્લામાં ધજાગરા..
ટેન્કરોમાંથી પાણી માટે લૂંટ કરતા દૃશ્યો:ઘર ઘર પાણીના દાવા પાટણમાં પોકળ સાબિત પુરવાર થઈ રહ્યા છે…
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.એટલું જ નહિ ગામની સ્થિતિ એટલે હદે પહોચી છે કે લોકો પાણી માટે ટેન્કર પણ ચડી પડાપડી કરતા જોવા મળ્યા છે.સાંતલપુર નાં જાખોત્રા માં ટેન્કરોમાંથી પાણી માટે લૂંટ કરતા દૃશ્યો સામે આવ્યા છે ..ત્યારે ઘર ઘર પાણીના દાવા પાટણમાં પોકળ સાબિત પુરવાર થઈ રહ્યા છે.
નલ સે જલનાં ધજાગરા ઉડાવતા દૃશ્યો સાંતલપુર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ટેન્કર મુકત ગુજરાતના ગામડાઓ માં ટેન્કર રાજના દૃશ્યો સર્જાયાં છે.અને જાખોત્રા ગામ ખાતે તંત્રની ગાલ પર તમાચા સમાન જેવું જોવા મળી રહ્યું છે.સાંતલપુર વિસ્તાર માં પાણીનો કકળાટ કોના પાપે વગેરે સવાલો.!!
આમ તો,રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.જાખોત્રા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકો પીવાના પાણી માટે પડાપડી કરતા નજરે પડી રહ્યા છે..જાખોત્રા ગામની સ્થિતિ એ હદે જોવા મળી રહી છે કે લોકો ટેન્કર ઉપર ચડીને પાણી માટે પડાપડી કરી રહ્યા છે .ત્યારે આ દ્રષ્યો જોતા તંત્ર ની ગાલ પર તમાચા સમાન છે.અને તંત્રની લાપરવાહી અને નિષ્ક્રિય કામગીરીને લઇને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300