બીલીમોરા: વી.એસ. પટેલ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

વી . એસ.પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે 21 મી જુન એ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વી એસ પટેલ કોલેજના એન.સી.સી – એન.એસ.એસ કેડેટો અને કોલેજના સ્ટાફ દ્વારા યોગ પ્રોટોકોલ કરાવવામાં આવ્યો હતો. એનસીસીના કેડેટ દ્વારા યોગ પીરામીડ બનાવવામાં આવ્યું હતું. વી . એસ.પટેલ કોલેજના પ્રટાગણ માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિઃશુલ્ક યોગ કક્ષા ની બહેનોએ યોગ પ્રોટોકોલ સાથે સામૂહિક ચંદ્ર નમસ્કાર, IDY, અલગ અલગ ટાઈપ ના યોગ પિરામિડ બનાવી સ્વયમ અને સમાજ માટે યોગ તથા સ્ત્રી સશક્તિકરણ ની થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ સમગ્ર સફળ કાર્યક્રમ બાબતે ઇન્ચાર્જ આચાર્ય બજાજ સાહેબ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની બહેનોને અને તમામ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રિપોર્ટ : પંકજ જોષી – બીલીમોરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300