વંથલી : ભલાઇશા પીર દરગાહે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી એ માનતા ની ચાદર ચઢાવી

ભલાઇશા પીર દરગાહ માં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા માનતા ની ચાદર ચઢાવવામાં આવી…
વંથલી ખાતે આવેલ સર્વ સમાજની એકતા નું પ્રતિક એવા ભલાઈશા પીર દરગાહ તેમજ અગડિયા પીર દરગાહ ખાતે વંથલી શહેર ભાજપ મંત્રીશ્રી જાવીદભાઈ વાજા દ્વારા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ લાડાણી વિજેતા બને તે માટે માનતા રાખવામાં આવેલ હતી.
માનનીય ધારાસભ્ય શ્રી લોકનેતા એવા અરવિંદભાઈ લાડાણી માણાવદર વિધાનસભામાં બહુમતીથી વિજયી બનતા આજરોજ વંથલી ખાતે ભલાઈશા પીર દરગાહ તેમજ અગડિયા પીર દરગાહ ખાતે શહેર સંગઠન ની ટીમ તથા આગેવાન કાર્યકર્તાઓ સાથે રહી માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા ચાદર ચઢાવવામાં આવી તેમજ સર્વ સમાજની સુખાકારી માટે સૌ આગેવાનો દ્વારા પ્રાર્થના ઇબાદત કરવામાં આવી..
રિપોર્ટ:રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300