સ્કુલ રીક્ષા સ્કુલવાનમા શાળાએ જતા તમારા બાળકો સલામત છે ખરા?

આપણે આ બધું રોજ જતા આવતા જોઈએ છીએ અને આપણે આ દ્રશ્યો નજરઅંદાજ કરીએ છીએ. પણ સાવધાન આપણે વાલીઓએ પણ સચેત જાગૃત થવું પડશે નજર રાખવી પડશે નહીં તો અનહોની માટે તૈયાર રહેવું પડશે. પોલીસતંત્ર આર. ટી. ઓ. શાળા સંચાલકો સ્કુલ રીક્ષા સ્કુલ વાનના ચાલકોએ વાલીઓએ બધાએ ભેગા મળી ઉકેલ શોધવો પડશે માત્ર દંડ કરવાથી કઈ વળવાનું નથી.
માત્ર ભાડામાં 400/500 વધારવાથી તમારા બાળકો સલામત થઈ જવાનાં નથી. પોલીસ તંત્ર સકુલ વાહનો બરાબર ચેક કરે વાલીઓ પણ ચાલકોનાં સ્કુલ વાહનો બરાબર છે કે નહીં એનું ધ્યાન રાખે. અગ્નિશામક સાધનો બરાબર ચાલુ હાલતમાં છે કે નહીં વાહનની બન્ને બાજુ જાળીઓ છે કે નહીં તે બરાબર જોજો બાળકો વધારે ઠસોઠસ ભર્યા હોય તો એવા વાહનોમાં તમારા બાળકો મોકલશો નહીં તમારી થોડી સાવધાની કાળજી તમારા બાળકોની જાન બચાવી શકે છે.
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300