મોરબીના યુવા પત્રકારે લગ્નની પ્રથમ વર્ષગાંઠ ની કરી અનોખી ઉજવણી

મોરબીના યુવા પત્રકારે લગ્નની પ્રથમ વર્ષગાંઠ ની કરી અનોખી ઉજવણી
લોકો જ્યારે હોટલોમાં પાર્ટી ઓ યોજી ઉજવણી કરતા હોય છે ત્યારે આ યુવા પત્રકાર દ્વારા સમાજને રાહ ચીંધતુ કાર્ય
મોરબીના યુવા પત્રકારે લગ્નની પ્રથમ વર્ષગાંઠ અબોલ પશુઓની સેવા થકી કરી ઉજવણી
મૂંગા અને અબોલ જીવો એટલે કે રસ્તે રઝળતી ગાયો અને કુતરાઓને બિસ્કીટ ખવડાવી અનોખી રીતે લગ્નની પ્રથમ વર્ષગાંઠની કરી ઉજવણી
મોરબી : મોરબીના ખુબજ ની સ્વાર્થ સેવાભાવી અને યુવા પત્રકાર જનક રાજા અને તેમના પત્ની પુજા રાજા દ્વારા પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી અબોલ પશુઓની સેવા થકી કરી
આજના યુગમાં લોકો પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી માં ખોટા ખર્ચા કરી રૂપિયા વેડફે છે. ત્યારે
મોરબીના યુવા પત્રકાર જનક રાજા અને તેમના પત્ની પુજા રાજા એ પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠની અનોખી રીતે ઉજવી હતી. જેમાં રસ્તે રઝળતા અબોલ જીવો એટલેકે હિન્દૂ ધર્મ મા જેમને માતા નો દરજો આપવામાં આવ્યો છે એવી ગાયમાતાને ચારો અને કુતરાઓને બિસ્કિટો ખવડાવી મૂંગા અને અબોલ પશુઓની સેવા થકી પોતાની લગ્નની પ્રથમ વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી.
રીપોર્ટ : જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300