કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪
Spread the love

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની

આગામી 26,27,28 જુન ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુલ મિટીંગમાં અન્ય જિલ્લાઓની સાથે જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ જોડાયા

જૂનાગઢ : આગામી તા. ૨૬,૨૭,૨૮ જુનના ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણીને અનુલક્ષી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી મીટીંગ અંતર્ગત અન્ય જિલ્લાઓની જેમ જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ વર્ચુઅલી જોડાયા હતા.


જૂનાગઢ જિલ્લા કલેક્ટક કચેરી ખાતે વર્ચ્યુલ મિટીંગનું આયોજન કરાયું હતું.
તમામ અધિકારીશ્રીઓને શાળા પ્રવેશોત્સવ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વધારેમાં વધારે બાળકો-વાલીઓ જોડાય તેવોઅનુરોધ કર્યો હતો. તેમજ તમામ અધિકારીઓ તેમજ શિક્ષકોની મહેમતને કારણે બાળકોનો ડ્રોપ આઉટ રેશીયો ઘટ્યો છે, અને ભાર વિનાનાં ભણતરને કારણે બાળકો શિક્ષણ પ્રત્યે વધારે જાગૃત થયા છે તેમ જણાવ્યું હતું.


આ મીટીંગ બાદ જુનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોની સફળતાપૂર્વક ઉજવણી થાય અને એક પણ બાળક જે પ્રવેશપાત્ર હોય તે પ્રવેશથી વંચિત ન રહી જાય અને સો ટકા નામાંકન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ શાળા પ્રવોશોત્સવ સંલગ્ન અધિકારીઓને શાળાની સાફ-સફાઇ, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રવેશ પાત્ર બાળકોની યાદી તૈયાર કરવી, વૃક્ષા રોપણ કાર્યક્રમ તેમજ વાલીઓના ફિડબેક લેવા અંગે અવગત કર્યા હતાં.


જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમર દ્વારા શાળાના શિક્ષકો અને વાલીઓ વચ્ચે સેતુ બંધાય તેમજ શિક્ષરો દ્વારા વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ વાલીઓને નિયમીત રીતે મોકલવા અને શિક્ષણની સાથે સાથે સ્વાસ્થ્ય સબંધીત પણ જાણકારી રાખે તેમ જણાવવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, અધિક નિવાસી કલેક્ટર એન.એફ.ચૌધરી, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમર, મ્યું. કમિશ્નર ઓમ પ્રકાશ સહિતની અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!