સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર આપવામાં આવશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે
જૂનાગઢ : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ચાલુ વર્ષે મહિલા રોકડ પુરસ્કાર માટે વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં-૧૪, અં-૧૭, અં-૧૯ અને સ્કૂલ ગેઇમ્સ ફેડેરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ મહિલા ખેલાડીઓને કોઇ પણ એક જ રમતમાં તેજમ એક જ સિદ્ધી માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” અંતર્ગત રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
અરજી કરવા માટે https://sportsauthority.gujarat.in/cash-awaed-woman-player વેબસાઇટ પર પહેલા પ્લેયર રજીસ્ટર થઇ ત્યાર બાદ લોગ ઇન કરી ફોર્મ ભરી જરૂરી પ્રમાણપત્રો (મેરીટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરા સહિ સીક્કા કરાવી) તા. 12 જુલાઇ સુધીમાં જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે મોકલી આપવાના રહેશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300