રાધનપુરના ભાડિયા ગામે સ્મશાન ગૃહની જમીન ખોદી સોલાર કંપનીએ કેબલ વાયર નાખતાં વિવાદ..

રાધનપુરના ભાડિયા ગામે સ્મશાન ગૃહની જમીન ખોદી સોલાર કંપનીએ કેબલ વાયર નાખતાં વિવાદ..
Spread the love

રાધનપુરના ભાડિયા ગામે સ્મશાન ગૃહની જમીન ખોદી સોલાર કંપનીએ કેબલ વાયર નાખતાં વિવાદ…

સ્મશાન ગૃહની જમીનમાં રાત્રીના સમયે ખોદકામ કરીને કેબલ વાયર ખેંચતા બજાણીયા સમાજમાં ભારે રોષ…

કામ કરાતા જૂના હાડપિંજર અને મૃતકોના અવશેષો બહાર નીકળી આવ્યા….

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે સોલાર કંપની દ્વારા બજાણીયા સમાજના સ્મશાન ગૃહની જમીનમાં રાત્રીના સમયે ખોદકામ કરીને કેબલ વાયર ખેંચતા બજાણીયા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ બજાણીયા પરિવાર નાં જણાવ્યા અનુસાર જમીનમાં માથાભારે ઇસમો દ્વારા બજાણીયા પરિવારની માલિકીની જગ્યામાં તાર ફેંશિંગના થાંભલા ઊભા કર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને હાલતો બજાણિયા પરિવાર દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

 

રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે બજાણિયા પરિવારના આશરે 310 જેટલા લોકો વસવાટ કરે છે અને તેમની ગામતળમાં ઘરથારની જમીન આવેલ છે તેમાં બજાણિયા પરિવાર વસવાટ કરી રહ્યો છે. જેમાં તેઓની મિલકતની બાજુમાં ખોટા સર્વે લાવીને ખોટી જમીન માપણી કરેલ અને તેઓના મકાનના બાંધકામ તોડીને તાર ફેન્સિંગ થાંભલા ઊભા કરી દબાણ કરવામાં આવ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. તેમજ નવીન બની રહેલ સોલાર કંપની દ્વારા બજાણીયા પરિવારના સ્મશાન ભૂમિમાં રાત્રીના સમયે ખોદકામ કરીને કેબલ વાયર નાખી દેવામાં આવતા કેબલ વાયર હટાવવા બજાણિયા પરિવારની માંગ ઉઠવા પામી છે.

અનેક રજૂઆતો બાદ રજૂઆત ધ્યાને લેવાતી નહીં:-

આ બાબતે ભાડીયા ગામના અરવિંદભાઈ બજાણીયા સહિત અન્ય પરિવારના લોકોએ જણાવ્યું હતું કે ખોટા સર્વે લાવીને માથાભારે ઈસમોએ અમારી માલિકીની જગ્યામાં બાંધકામ કરેલ છે તેને તોડીને તાર ફેન્સિંગ વાયર કરી નાખેલ છે તેમજ સોલાર કંપની દ્વારા બજાણીયા સમાજના સ્મશાન ગૃહની જમીનમાં ખોદીને રાત્રિના સમયે કેબલ વાયર નાખી દેવામાં આવ્યા છે જેથી સ્મશાન ગૃહની જમીનમાં જુના હાડપિંજર, ડેથ બોડીના અવશેષો બહાર નીકળી આવ્યા છે. આવનારા સમયમાં સ્મશાન ગૃહમાં અમારે ખોદકામ મુશ્કેલ બન્યું છે. જવાબદાર તંત્રને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નહીં અને અમારા બજાણીયા પરિવાર સાથે અન્યાય કર્યો છે જેથી ન્યાય અપાવવા માંગ કરી રહ્યા છે.આમ, રાધનપુરના ભાડિયા ગામ ખાતે સ્મશાન ગૃહની જમીન ખોદી સોલાર કંપનીએ કેબલ વાયર નાખતાં વિવાદ સર્જાયો છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!