વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા મુખ્ય મંત્રીશ્રી ના જન્મ દિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી

વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા મુખ્ય મંત્રીશ્રી ના જન્મ દિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
Spread the love

વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખશ્રી ઉષાબેન કુસકીયા દ્વારા મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસની દિવ્યાંગ બાળકો સાથે કરેલ ઉજવણી

પ્રદેશ મહીલા મોરચા અધ્યક્ષ ડો.દિપીકાબેન સરડવાની સૂચના મુજબ તા.15-07-2024 અને સોમવારના રોજ આપણા મૃદુ અને મક્કમ એવા મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મ દિવસ હોય તે નિમિતે સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવવાનો હોય

જેથી વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખશ્રી ઉષાબેન કુસકીયા તથા તેમની ટિમ દ્વારા વેરાવળમાં આવેલા “સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ – ગીર સોમનાથ” માં દિવ્યાંગ બાળકોને ફ્રૂટ્સ તેમજ બિસ્કીટ્સનું વિતરણ કરવામાં આવેલ તેમજ આ દિવ્યાંગ માસુમ બાળકો સાથે સમય વિતાવી અને તેઓને પ્રોત્સાહિત કરેલ અને તેમની નિર્દોષ અને કાલી ઘેલી ભાષા સાંભળી અને તેમની સાથે વાર્તાલાપ કરેલ અને આ કાર્યક્રમમાં મહિલા મોરચાના મહામંત્રી સવિતાબેન મહેતા, તેમજ ભાનુબેન તોતીયા, રસીલાબેન વાઘેલા, નાથીબેન છેલાણા, આરતીબેન વણિક, કિરણબેન વઢવાણા, સ્વાતિબેન સંઘવી, પાર્વતીબેન મહેતો, નિમિતાબેન ચાવડા, ગીતાબેન ગોંડલીયા, મમતાબેન મિશ્રા, ચંદ્રિકાબેન માવધિયા, જ્યોતિબેન અપારનાથી, નિમુબેન રાવત, અજાયબેન વેગડ વિગેરે બહેનોએ હાજરી આપેલ અને ઉત્સાહ ભેર ઉજવણી કરેલ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!