જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દિવેલા GCH-9 બિયારણનું વેચાણ શરુ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દિવેલા GCH-9 બિયારણનું વેચાણ શરુ
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ-૨૦૨૪ ઋતુમાં વાવેતર માટે દિવેલા GCH-9 ટ્રુથફૂલ બિયારણનું વેચાણ રૂ.૫૦૦/- પ્રતિ બેગ (૨ કિલો) ચાલુ દિવસો દરમ્યાન સવારના ૮:૩૦ થી ૧૨:૦૦ તથા બપોરના ૩:૦૦ થી ૫:૩૦ સુધી મેગાસીડ, બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતેથી તા.૨૨/૦૭/૨૦૨૪થી વહેલા તે પહેલાંના ધોરણે શરૂ થનાર છે. દિવેલા બિયારણનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી ખેડૂતમિત્રોની જરૂરિયાત મુજબ બિયારણ મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન નં.૦૨૮૫-૨૬૭૫૦૭૦ તથા ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવો. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300