રાધનપુર : ઘર ઉપર વીજળી પડતાં ઘર માલિકને આર્થિક નુકશાન

રાધનપુર : ઘર ઉપર વીજળી પડતાં ઘર માલિકને આર્થિક નુકશાન
Spread the love

રાધનપુર : ઘર ઉપર વીજળી પડતાં ઘર માલિકને આર્થિક નુકશાન

રાધનપુરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઘર ઉપર વીજળી પડતાં ઘર માલિકને આર્થિક નુકશાન.

રાધનપુર શહેરમાં વાતાવરણમાં આવ્યો પલટો,વરસાદની ધમાકેદાર એન્ટ્રી….

વરસાદી વાતાવરણ વચ્ચે રાધનપુરમાં ઘર ઉપર વીજળી પડતાં માલિકને આર્થિક નુકશાન,જાનહાનિ ટળી…

રાધનપુર પંથકમાં અચાનક એકાએક વાતાવરણ માં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો હતો.સાંજના સમયે કાળા ડીબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે રાધનપુરમાં વરસાદી માહોલ છવાયો હતો.ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને રાધનપુર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી ની પોલ છતી થઇ છે.રાધનપુરમાં મેઈન બજાર અને સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા પાલિકા ની કામગીરીને લઇને નગરજનો માં અનેક સવાલો ઉભા થયા છે .રાધનપુર માં વરસાદ વરસતા ની સાથેજ બજારમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં જે પાલિકા ની કામગીરી ને છતી કરતા દૃશ્યો સર્જાયાં હતાં.

શહેરમાં મસમોટા ખાડાઓ ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર અને એમાં વરસાદી માહોલ માં પાણી ભરાતા વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવા મજબૂર બન્યા છે બજારમાં વરસાદી પાણી ભરાતાં પુર જેવી સ્થિત દર વર્ષે જોવા મળે છે ત્યારે લોકોમાં પણ પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી સામે રોષ ફેલાયો છે.

રાધનપુરમાં 60.MM વરસાદ નોંધાયો હતો રાધનપુરની બજારમાં વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ન હોવાને કારણે વરસાદી પાણી બજારમાં ભરાતા રાહદારીઓ વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન બન્યા છે.

રાધનપુરના ગુલશન કોલોનીમાં વીજળી પડી,ઘર માલિકને આર્થિક નુકશાન:-

રાધનપુરના ગુલશન સોસાયટીમાં રહેતા ફકીર મહમદ અહેમદ ગુલામનબી નાં ઘર ઉપર વીજળી પડતા ઘરનું વીજ વાયરીંગ બળીને ખાખ થયું હતું.જોકે ઘટનામાં જાનહાનિ નહિ થતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

રાધનપુર શહેરમાં અચાનક એકાએક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.જેની સાથેજ વરસાદી માહોલ વચ્ચે રાધનપુરમાં આવેલ ગુલશન કોલોનીમાં ઘર ઉપર વીજળી પડતા ઘર માલિક ફકીર મહમદભાઈ ને આર્થિક નુકશાન પહોચ્યું હતું.જોકે સદનસીબે ઘર માલિકના કોઈ સભ્યો ને કોઈ જાનહાનિ થયેલ નથી જેને લઇને પરિવારે પણ હાશકારો અનુભવ્યો હતો.

વરસાદી માહોલ વચ્ચે ભારે પવન સાથે આકાશી વીજળી રાધનપુરમાં પડતાં ગુલશનન કોલોનીમાં રહેતા ફકીર મહંમદ અહમદ ગુલામનબી એ જણાવ્યું હતું કે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક જ વીજળી પડતાં ઘરમાં તિરાડો પડી ગઈ હતી.તેમજ ઘરમાં બારી બારણા તૂટી જવા પામ્યા હતા.અને ઘરમાં આર્થિક નુકશાન પહોચ્યું છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ.પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!