માંગરોળ : લોએજ ગામે સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ : લોએજ ગામે સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
Spread the love

👁 ચક્ષુદાન-મહાદાન👁

માંગરોળ તાલુકાના લોએજ ગામે સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા. 15/07/2024 ને સોમવાર,અષાઢ સુદ નોમના રોજ સ્વ.લાખીબેન નારણભાઈ સોલંકી,ઉ.વ.૮૬(રહે.ભરખા વાડી વિસ્તાર,લોએજ) નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ જગદિશભાઈ નારણભાઈ સોલંકી તેમજ અર્જુનભાઈ નારણભાઈ સોલંકીના માતાશ્રી થાય છે.તેમજ શિવમ્ ચક્ષુદાન આરેણા સાથે સંકળાયેલ અને આઈ કલેક્શનમાં હરહંમેશ ઉપસ્થિત રહેતા વિશાલભાઈના દાદી થાય છે.

આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.લાખીબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી લોએજ ગામના વતની અને ચક્ષુદાન કલેક્શનના રાજેશભાઈ સોલંકી દ્વારા શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, શીલ P.H.C.સેન્ટરના ગોવિંદભાઈ વાળાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.આ કલેક્શન વખતે ધર્મેશભાઈ ચાંડેરા અને દિલિપભાઈ ચાંડેરા મદદરુપ થયા હતા. આજના આ ચક્ષુદાન માટેની માહિતી અને યોગ્ય માર્ગદર્શન મસરીભાઈ બામરોટિયાએ આપ્યું હતું.

આજના આ ચક્ષુદાનનો સ્વિકાર દિવ્યેશભાઈ ઘેરવડા અને સચિન જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

સોલંકી પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.લાખીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

સોલંકી પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ.લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ લાખીબેનના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….

મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.

ll જય શ્રી કૃષ્ણ ll

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!