સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધા યોજાઈ

હર ઘર તિરંગા અભિયાન
સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધા યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ત્યારે આજરોજ જિલ્લામાં જુદી જુદી શાળાઓમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.
‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટડીની સુશિયા પ્રાથમિક શાળા દ્વારા રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા, તેમજ થાનગઢ તાલુકાની શ્રી સરોડી પ્રાથમિક શાળા દ્વારા ચિત્ર સ્પર્ધા, ઝિંઝાવદર પ્રાથમિક શાળા દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. તદુપરાંત જિલ્લાની જુદી જુદી અનેક શાળાઓમાં દેશભક્તિની થીમ પર રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોએ દેશભક્તિની જ્યોત પ્રજવલ્લિત રચનાત્મક ચિત્રો અને રંગોળી બનાવી હતી. આમ, શાળાનાં બાળકો દ્વારા ‘‘હર ઘર તિરંગા’’ની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300