ગુજરાતીઓ જાગે ને ભાજપને ભાગે

વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવા અનેક બનાવો બનેલ છે. જેમાં ગુજરાતના નિર્દોષ નાગરિકો ભોગ બન્યા છે. જે લોકોનો ભોગ લેવાયો તેમના પરિવારને ન્યાય મળી રહ્યો નથી અને આરોપીઓને સજા પણ કરવામાં આવી રહી નથી.
જેથી આ ઘટનાઓમાં ભોગ બનેલા પીડિત પરિવારોને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના દરબારગઢ ચોક ખાતે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. પ્રગતિ આહીર, અમીબેન વગેરે કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારોએ હાજર રહી આ ન્યાય યાત્રાની શરૂઆત કરી છે.