રાધનપુર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા.

રાધનપુર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા..
રાધનપુર પંથકમાં અતિભારે વરસાદ વરસતા ,પાક પાણીમાં ગરકાવ ખેડૂતો ચિંતામાં મુકાયા..
પંથકમાં સર્વે કરીને નિષ્ફળ ગયેલ પાકનું સહાય ચૂકવવા માંગ…
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ગુરૂવારના મોડી સાંજે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં પંથકના ખેતરો બેટમાં ફેરવતા ખેડૂતો દ્વારા કરેલ ચોમાશું મહામૂલા પાકનું વાવેતર પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.તેમજ પંથકમાં પાકનું થયેલ નુકસાનનું સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી પહેલ રાધનપુર પંથકમાં ધોધમાર વરસાદ પડતાં પાણી પાણી કરી નાખ્યું હતું જેના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે જેને લઇને ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો છે તેને લઈને ખેડૂતોએ કરેલ મોંઘા ભાવના ખાતર-બિયારણ લાવીને ખેતી કરી હતી. જેના પર પાણી ફરી વળ્યું છે તેને લઈને અનેક ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકારશ્રી દ્વારા પંથકમાં સર્વે કરીને જે ખેડૂતોનો પાણીમાં ગરકાવ થયો છે તેનું સર્વે થયેલ પાક નષ્ટ નું સહાય ચૂકવવા માંગ કરી રહ્યા છે.
રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ખેડૂત ઠાકોર ઇશ્વરભાઇ હમીરભાઇ,હેમચંદભાઈ અમથુભાઈએ જણાવ્યું હતુંકે હવામના વિભાગની આગાહી મુજબ તાલુકાના અનેક ગામડામાં અતિભારે વરસાદ વરસતા ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને કરેલ વાવેતર અડદ,એરંડા ,સહિતના અનેક પાકો પાણીમાં ગરકાવ થયો છે તેને લઈને અનેક ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સરકાર દ્વારા સર્વે કરીને કરેલ વાવેતરમાં નસ્ટ ગયેલ છે તેમને સહાય ચૂકવવા માંગ કરી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300