સના ખાનના એક્સ.બાયફ્રેન્ડ ઇસ્લામ ખાન વિરુદ્ધ મહિલાને બ્લેકમેકલ કરવાનો આરોપ

મુંબઇ,
સના ખાનના એક્સ બોયફ્રેન્ડ ઇસ્માઇલ ખાનની વિરુદ્ધ મુંબઇની ઓશિવારા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ઇસ્માઇલ ખાન પર આરોપ છે કે તેણે એક મહિલા ડોક્ટરને બ્લેક મેઇલ કરી છે. આ મહિલા ડોક્ટરે ઇસ્માઇલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણીનું કહેવું છે કે ઇસ્માઇલે તેના Âક્લનિકમાં કેમેરા લગાવ્યા છે. આધારભૂત સુત્રોથી જે માહિતી મળી છે તે મુજબ ઇસ્માઇલે મહિલા ડોક્ટરના Âક્લનિકમાં હિડન કેમેરા લગાવ્યા હતા. જેથી તે છૂપી રીતે મહિલા ડોક્ટર સમેત હોÂસ્પટલમાં આવતા દર્દીઓ પર નજર રાખી શકે. જા કે તમને અહીં જણાવી દઇએ કે આવું પહેલી વાર નથી બન્યું જ્યારે ઇસ્માઇલનું નામ છાપરે ચઢ્યું હોય. આ પહેલા પણ ૨૦૧૪માં એક મીડિયા કર્મી સાથે ઇસ્માઇલ મારપીટ કરી ચૂક્્યો છે. અને તેની ફરિયાદ પછી સના ખાન, ઇસ્માઇલ અને તેમના નોકર રામૂ કનૈજિયાની પોલીસે ધરપકડ પણ કરી હતી અને ૩૪૫ અને ૫૦૬ જેવી કલમો પણ તેમના પર લાગી હતી. જા કે સના ખાને આ વિવાદ પછી ઇસ્માઇલ સાથે સંબંધો તોડી દીધા હતા.
ટોયલેટ એક પ્રેમ કથા, વઝહ તુમ હો તેવી ફિલ્મો કરનારી સના ખાન એક સમયે સલમાનની પણ નજીકની માનવામાં આવતી હતી. અને બિગ બોસમાં પણ તે નજરે પડી હતી. જા કે ઇસ્માઇલ હવે સના ખાનનો એક્સ બોયફ્રેન્ડ બની ગયો છે અને પોલીસમાં હાલ તેની સામે આ સંગીન ગુનો દાખલ કરવામાં આવ્યો છે.