ગીર સોમનાથ જિલ્લા માં અતિભારે કમોસમી વરસાદ થી થયેલ નુકસાનનો સર્વે કરી સહાય માટેનું રાહત પેકેજ જાહેર કરવા માંગ

ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકામાં અતિભારે કમોસમી વરસાદ થી થયેલ નુકસાનનો સર્વે કરી સહાય માટેનું રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કે
ચાલુ વર્ષમાં અવારનવાર માવઠાં આવી રહેલ છે. અત્યારે લણણીનાં સમયે કમોસમી વરસાદ ચાલુ રહેતાં ખેડુતોનાં ખેતરમાં તૈયાર પાક ૫લળી રહયો છે,
કયાંક પુરમાં તણાય રહયો છે. અત્યારે મગફળી તેમજ સોયાબીનનાં પાથરાં દરેક ખેતરમાં ૫ડેલ છે તેનાં ૫ર વારંવાર કમોસમી વરસાદ ૫ડી રહેલ છે. અને ઉભા પાકમાં ૫ણ પાણીથી સડો આવી રહેલ છે. ૫શુઓનો ચારો ૫ણ નષ્ટ થયેલ છે. આમ ખેડુતોને હાથમાં આવેલો કોળીયો છીનવાય રહયો છે તો આ ખેડુતોની રોજીરોટીની તકલીફ ઉભી થઈ છે. જગતાત બીચારો નોંઘારો બન્યો છે તો તાત્કાલીક સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં નુકસાનીનો સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવાં અમારી લાગણી અને માંગણી છે .
અસ્તુ……
એ બી ચાવડા ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300