અંકલેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ દીકરા – દીકરીઓને સેવા અર્પણ કરવામાં આવી.

અંકલેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ દીકરા – દીકરીઓને સેવા અર્પણ કરવામાં આવી.
Spread the love

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ દીકરા – દીકરીઓને સેવા અર્પણ કરવામાં આવી.

”એક કદમ સેવા કી ઔર” આ સૂત્રને સાર્થક કરતા ગુરુકુલના સેવાઆદર્શ બાળકો

ગણતરીના દિવસોમાં જ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે એ મહોત્સવના ભાગરૂપે એના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ અંકલેશ્વરના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દિપાવલીના દિવસોમાં *માનવસેવા એ જ પ્રભુ સેવા* આ સૂત્રને સાર્થક કર્યું હતું. ગુરુકુલના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જ મીઠાઈઓ, કપડાઓ તેમજ જીવન જરૂરિયાત નાની મોટી વસ્તુઓ લાવીને અંકલેશ્વરની આજુ બાજુ ની આશ્રમશાળાઓના બાળકોના મસીહા બનીને સેવાધર્મનું આચરણ કર્યુ હતું. આ સેવાકીય પ્રવૃત્તિને ગુરુકુલ સંસ્થાન વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી, ટ્રસ્ટી કિશોર સરે આશીર્વાદ આપીને વખાણી હતી. આ નિઃવાર્થ સેવાધર્મની યાત્રામાં શાળાના આચાર્યાશ્રી અમિત શ્રીવાસ્તવ, હેમલતા શ્રીશ્વાલ, અલ્કા પટેલ એવમ શિક્ષકો જોડાયા હતા. બાળકોમાં સેવાધર્મની સાચી સમજણ માત્ર ગુરુકુલમાંથી જ પ્રાપ્ત થાય છે તેવી ભરપુર પ્રશંસા આશ્રમશાળાના સંચાલકે કરી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!