વાઘબારસના દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે.

વાઘબારસના દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે.
વાઘબારસ,ધનતેરસ,કાળીચૌદશ,દિવાળી,નૂતન વર્ષ અને ભાઇબીજ આ છ તહેવારો છ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.વાક્-બારસના દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે.આ તહેવારને અપભ્રંશથી વાઘબારસ કહેવામાં આવે છે.તેને ગોવત્સ દ્વાદશી,નંદિની-વ્રત,વાઘબારસ અને વસુ-બારસ કહે છે.વાક્-બારસ શબ્દમાં વાક્ એટલે વાણી-વાચા કે ભાષા અર્થ થાય છે.આ દિવસે વાણીની દેવી માતા સરસ્વતીની આરાધના થતી હોવાથી તેને વાક્-બારસ નામ આપવામાં આવ્યું છે.આપણાથી મોટા કે નાના લોકોનું મન ના દુભાય તેવી વાણી બોલવી જોઇએ.બહેનો આજના દિવસે ઊંબરા પૂજન કરે છે.વસુ-બારસના દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.વસુ એટલે કે ગાય. ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોવાથી ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે.કેટલીક જગ્યાએ તેને ગૌવત્સ દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે.’ગૌ’ એટલે ગાય અને ‘વત્સ’ એટલે વાછરડું.વાઘબારસના દિવસે ગાય-માતા(કામધેનુ) ક્ષીરસાગરમાંથી પ્રગટ થયાં હતાં.ગાયમાતાની પૂજા કામધેનુ (ગાય)ના પ્રાગટ્ય પછી અસ્તિત્વમાં આવી છે.ગાય વૈદિક પરંપરાઓમાં પવિત્ર સ્થાન ધરાવે છે.ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે.ગાય ભારતીય હિંદુ-સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર પ્રાણી છે અને તે દરેક મનુષ્યને પોષણ પૂરૂં પાડતી હોવાથી માતા તરીકે પૂજનીય છે.મહિલાઓ પોતાના બાળકોના સુખ અને લાંબા આયુષ્ય માટે નંદિની વ્રત રાખે છે.જે નિઃસંતાન દંપતી આ દિવસે ગાયની પૂજા કરી વ્રત રાખે છે તેમને સંતાન પ્રાપ્ત થાય છે.વાઘ સામર્થ્યનું પ્રતિક છે.મનુષ્યે સમર્થ,પરાક્રમી,જોખમ ખેડનાર બનવાનું છે.
વાઘબારસના દિવસે શ્રી વલ્લભ ભગવાન ગુરૂ દત્તાત્રેય કૃષ્ણા નદીમાં અદ્રશ્ય થઈ ગયા હતા. ભારતીય હિંદુ સંસ્કૃતિ અનુસાર લક્ષ્મીજીની પૂજા પહેલાં વાઘબારસના દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે.વાઘબારસ આપણી પરંપરાઓનું સન્માન કરવા તથા સંસ્કૃતિને જીવંત રાખવાનો દિવસ છે. વાઘબારસના દિવસે જે મહિલાઓ ગૌમાતાની પૂજા કરે છે તેમનો પરિવાર સમૃદ્ધ રહે છે.ગાયને રોટલી અને લીલું ઘાસ ખવડાવીને સંતુષ્ટ કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તેમના પરીવારમાં ક્યારેય કોઇનું અકાળ મૃત્યુ થતું નથી અને જાણ્યે-અજાણ્યે થયેલાં પાપો બળી જાય છે.આપણા ઘરમાં જે ભોજન બને છે તેમાંથી એક રોટલી અલગ કાઢી દરરોજ ગાયને ખવડાવવી જોઇએ.જે લોકો આ પરંપરાનું પાલન કરે છે તેમના ઘરમાં અન્નની દેવી અન્નપૂર્ણાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ ધ્યાન રાખજો ક્યારેય ગાયને વાસી રોટલી ના ખવડાવશો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300